Abtak Media Google News

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બાલાજી મંદિરે દર્શન કરી ફટાકડા ફોડી કરી હોંશભેર  ઉજવણી

કોંગ્રેસ મુક્ત ભારતની વાતો ને કરનારાઓ જડબાતોડ જવાબ:સંજય અજુડીયા

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાઁ  કોંગ્રેસની ભવ્ય જીત થતા આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા  શ્રી બાલાજી મંદિરે દર્શન  કરી, મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડિયાએ કોંગ્રેસની આ જીતને કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરનારાઓને જડબાતોડ જવાબ સમાન ગણાવી હતી. અચ્છે દિનના સ્વપ્નાઓ ચકનાચૂર થતા મતદારોએ ભાજપના સુપડા સાફ કર્યા હોવાનું જણાવ્યું હતું.આ ઉપરાંત ખેડૂતોની આત્મહત્યાના બનાવો, બેરોજગારી, કૌભાંડો, ભ્રષ્ટાચાર, લાગવગશાહીથી ત્રસ્ત થઈ મતદારોએ ભાજપથી છેડો ફાડયો હોવાનું જણાવી કોંગ્રેસના આગેવાનોએ ઉમેર્યું હતું કે, ખોટા વચનોથી કંટાળેલા મતદારોએ કોંગ્રેસ ઉપર વિશ્વાસ મુક્યો છે.

આ તકે  શહેર કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ સંજયભાઈ અજુડીયા, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી ભરતભાઇ મકવાણા, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકી, સુરેશભાઈ બથવાર, પૂર્વ વિપક્ષી નેતા પ્રવીણભાઈ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આશવાણી, અતુલભાઈ રાજાણી, તેમજ ફ્રન્ટલ સેલના ચેરમેનો ચિંતનભાઇ દવે, નરેશભાઈ સાગઠીયા, નિલેશભાઈ વિરાણી, વોર્ડ પ્રમુખો રમેશભાઈ જુનજા, ગીરીશભાઈ ઘરસંડિયા, કેતનભાઈ તાળા, પ્રવીણભાઈ મુછડીયા તેમજ આગેવાનો અશોકસિંહ વાઘેલા, અજીતભાઈ વાંક, ભાવેશ પટેલ, ગૌરવભાઇ પૂજારા, રણજિત મુંધવા, ગેલાભાઇ મુછડીયા, કનકસિંહ જાડેજા, રાણા ભાઇ સોલંકી, મયુરભાઇ શાહ સહિતના આગેવાનો કાર્યકરો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.