Abtak Media Google News

ધો.12માં રાજકોટ ની અશ્મિ ગુહા 98.60 ટકા સાથે અવ્વલ: ગત વર્ષ કરતા ધો.12નું 5.38 ટકા અને ધો.10નું 1.28 ટકા પરિણામ ઘટ્યું

સ્કુલ પરીક્ષાઓનાં પરિણામની સીઝન હોય તેમ સીબીએસઈ બોર્ડની ધો.10 અને ધો.12 ના પરીણામ આજે એક જ દિવસે જાહેર કરી દેવામાં આવ્યા હતા. ધો.10 નુ 93.12 ટકા અને ધો.12નું 87.33 ટકા પરીણામ આવ્યું હતું.બન્ને પરીક્ષામાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ બાજી મારી હોય તેમ વિદ્યાર્થીનીઓનું પરીણામ ઉંચુ આવ્યુ હતું. જો કે ગત વર્ષ કરતા ધો.12નું 5.38 ટકા અને ધો.10નું 1.28 ટકા પરિણામ ઘટ્યું છે. રાજકોટની અશ્મિ ગુહા 98.60 ટકા સાથે ગુજરાતમાં અવ્વલ રહી છે. સીબીએસઈ ધો.12 માં 16,96,770 છાત્રોએ પરીક્ષા આપી હતી. તેમાંથી 87.33 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. 83.67 ટકા છોકરાઓ પાસ થયા હતા જયારે વિદ્યાર્થીનીઓની ઉતીર્ણ થવાની ટકાવારી 90.68 ટકા રહી હતી.

આજ રીતે રીજીયનવાઈઝ પરીણામમાં પણ ત્રિવેન્દ્રમે મેદાન માર્યું હોય તેમ સૌથી ઉંચુ પરીણામ રહ્યું છે. ગુજરાતમાં સમાવેશ અજમેર રીજીયનમાં થાય છે. અજમેર રીજીયનનું ધો.10 નુ પરીણામ 93.01 ટકા જયારે ધો.12નું 78.1 ટકા રહ્યું છે. સુત્રોએ કહ્યું કે આ વર્ષે ધો.10 માં બેઝીક અને સ્ટાર્ન્ડડ એમ બન્ને મેથ્સનાં પેપર ખૂબ અઘરા નિકળ્યા હતા. છતાં વિદ્યાર્થીઓને સારા માર્કસ આવ્યા છે.

ધો.10 માં સીબીએસઈનું પરીણામ 93.12 ટકા નોંધાયુ હતું. તે ગત વર્ષની સરખામણીએ 1.28 ટકા ઓછુ આવ્યું છે. દેશભરમાં 21.65 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 20.16 લાખ ઉતીર્ણ થયા હતા. ધો.12 જેમ ધો.10 માં પણ છોકરાઓ કરતા છોકરીઓએ મેદાન માયુર્ં હતું. છાત્રાઓનું સરેરાશ પરીણામ 94.25 ટકા આપ્યું છે. જયારે છોકરાઓનું પરીણામ 92.27 ટકા છે.

સીબીએસઈમાં 100 ટકા પરિણામ આવવા પાછળનો શ્રેય વિદ્યાર્થીઓને જાય છે : ડી.વી મહેતા

જીનિયસ સ્કૂલના ડી.વી મહેતાએ જણાવ્યું હતું કે સીબીએસઈ નું બોર્ડ પરિણામ આવ્યું છે તે જીનીયસ સ્કુલ માટે ગૌરવની વાત છે કારણ કે 100 ટકા રિઝલ્ટ આવા પાછળ વિદ્યાર્થીઓની મહેનત ખરા અર્થમાં રંગ લાવી છે. કોરોનાના કપરા સમયે દરમિયાન જે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું તે તેના વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા આપી અને તેમાં તેઓ ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થયા છે. તો સાથ તેઓએ બોર્ડ દ્વારા જે નવીન કાર્ય કરવામાં આવ્યું તેને પણ બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે આ પ્રથમ એવી ઘટના છે કે જ્યારે મોઢે કોઈ સમાચાર લીધા વગર પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું અને મેરીટ લીસ્ટ બહાર ન પાડવામાં આવ્યું.

આ કાર્યથી વિદ્યાર્થીઓમાં હતાશાનું પ્રમાણ નહિ વાત થઈ ગયું છે કારણ કે અત્યાર સુધી પરિણામ ની તારીખો જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં તાણ અનુભવાતો હોય કે તેમનું પરિણામ કેવું આવશે પરંતુ આ નવતર પ્રયોગ ખરા અર્થમાં ફળીભૂત થયો છે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે જીનીયસ ગ્રુપ હેઠળ ચાલતી ત્રણેય સ્કુલનું સો ટકા પરિણામ આવ્યું છે જેનો ફાયદો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને ખરા અર્થમાં થશે.

ડીપીએસની શિક્ષણ પદ્ધતિ ઉત્કૃષ્ટ પરિણામ લાવવા માટે કારગત નીવડી : રાજીવ રંજન

દિલ્હી પબ્લિક સ્કૂલ રાજકોટના પ્રિન્સિપલ રાજીવ રંજને જણાવ્યું હતું કે દિલીપ પબ્લિક સ્કૂલ પોતાની શિક્ષણ પદ્ધતિથી સુપ્રસિદ્ધ છે ત્યારે વિદ્યાર્થીઓને માત્ર બોર્ડ પરીક્ષા માટે જ નહીં પરંતુ કોમ્પિટિટિવનેસને વધારવા માટે મહેનત કરાવવામાં આવે છે. પરિણામે ડીપીએસ શાળાના વિદ્યાર્થીઓ બોર્ડમાં સારા અંકે ઉત્તીર્ણ થઇ રહ્યા છે. તેઓ જણાવ્યું હતું કે ધોરણ 10 માં 100 ટકા પરિણામ અને ધોરણ 12 માં 99 ટકા પરિણામ શાળાનું આવ્યું છે.

આગામી વર્ષે જે પરીક્ષા યોજાશે તેમાં વધુને વધુ બાળકો છે પાસ થાય તે માટે હજુ પણ શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે. હવે સીબીએસઇ નવી શિક્ષણ પદ્ધતિની અમલવારી કરવા માટે પરીક્ષા પેટર્નમાં બદલાવ કરી રહી છે ત્યારે તે દિશામાં વિદ્યાર્થીઓને ઢાળવા માટે હવે તેઓને આ નવી પેટર્ન માહિતગાર કરવા અને તેમને પૂરતો અનુભવ આપવા માટે શાળા કાર્ય કરશે અને શિક્ષકોને પણ તે રીતે જ પ્રશિક્ષણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.