Abtak Media Google News

પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા તેમજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું

રાજકોટ શહેરના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ લોકશાહી લોકજાગરણ નામનું પુસ્તક લખ્યું છે.આ પુસ્તક નું વિમોચન કર્ણાટક ના પૂર્વ રાજયપલ વજુભાઇ વાળા તેમજ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ ના હસ્તે શહેરના હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ તકે ઇન્દ્રીલ રાજગુરુ એ જણાવ્યું હતું કે લોકહિત માટે પક્ષ કોઈ પણ હોઈ પ્રજાના કામો માટે હંમેશા બધાએ સાથે મળીને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવું જ જોઈએ .

ઈન્દ્રનીલ રાજગુરુએ પોતાના જીવનની આજદીન સુધીની કારકિર્દી મનોમંથન કરી ને પોતાના પુસ્તકમાં વર્ણવી છે .આ તકે અકિલા સાંધ્ય દૈનિકના ઓનર કિરીટભાઈ ગણાત્રા  વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વજુભાઇ વાળા તેમજ શક્તિસિંહ ગોહિલે હળવા મૂડમાં પોતાના મંતવ્યો આ તકે રજૂ કરી સૌને ખડખડાટ હસાવી પોતાની રાજકીય કારકિર્દીમાં વિધાનસભામાં બનેલા પ્રસંગો વર્ણવ્યા હતા.

લોકશાહીના મીઠાં ફળ લોકોને કેમ ચાંખવા મળે તેનું મનોમંથન મેં આ પુસ્તકમાં કરવાનો પ્રયાસ કર્યો છે: ઈન્દ્રનીલ રાજગુરૂ

મારા જીવનમાં મેં હંમેશા એક વાત નક્કી રાખી છે કે લોકશાહીના મીઠા ફળ મેળવવામાં મારો પરિવાર અગ્રેસર રહ્યો છે, ત્યારે બાકી રહેલા લોકોને પણ મળે તે માટે હું વેચાઈ જાવ તો પણ મદદરૂપ ન થઈ શકું …પરંતુ બંધારણીય જોગવાઈ મુજબની વ્યવસ્થા ગોઠવાઈ અને દેશના દરેક નાગરિકને તેનો લાભ મળે તે માટે મારો પ્રયત્ન છે, લોકોને સામાજિક આર્થિક અને સુરક્ષા માટેના અધિકારો માટે ભાઈસાબિ કરવી પડે છે તે ના કરવી પડે, જાહેર જીવનની મારી સેવામાં ધારાસભ્ય કોર્પોરેટર ,અલગ અલગ પક્ષો સાથે મારો વ્યક્તિગત સંવાદ થી જે વિચાર સુધી હું પહોંચ્યો છું, તેને મેં વાચા આપી છે ..લોકોને સામાન્ય રીતે વિચાર આવતો હોય કે લોકશાહીને ખરા અર્થમાં સમૃદ્ધ બનાવવી હોય શું કર્યું હોય તો આમ દેશ અને લોકતંત્ર સક્ષમ બને .. એનો જવાબ મેં આ શબ્દોરૂપી મનોમંથનમાં આપ્યો છે. લોકશાહીમાં જે સ્થિતિ હોય તે માટે જો કોઈ કહેતું હોય કે રાજકારણ જવાબદાર છે, લોકતંત્ર જવાબદાર છે કે મીડિયા જવાબદાર છે ..

તો સાચે સૌથી મોટી જવાબદારી જો કોઈની હોય તો પરિસ્થિતિ માટે ભારતના નાગરિકની જવાબદારી છે..  જેમ તમે ભાગીદારી પેઢી બનાવો અને નિયમો ન પાડો તો ધંધાનો સરખો વિકાસ ન થાય આપણા કરતાં એ જમાનામાં જે આપણા માટે લોકતંત્ર લાવ્યા તે વધુ બુદ્ધિશાળી દીર્ઘદ્રષ્ટિ વાળા વધારે દુનિયાને સારી રીતે જાણતા અને ભારત પ્રત્યે સંપૂર્ણપણે નિષ્ઠા સાથે જે લોકતંત્ર લાવ્યા તેવા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરૂ. ડોક્ટર આંબેડકર જી સહિતના આગેવાનોએ આપણું ભવિષ્ય વિચારીને બંધારણ બનાવ્યું છે જેમાં અનામત વિશે એટલું જ કહ્યું છે

બિનસાંપ્રદાયિકતા માટે ભલામણ કરી છે તમારે કેવી રીતે વિચારીને મત આપવા તેની આખી પદ્ધતિ શું છે ?આ બાબત પર શંકા કરવાનો અધિકાર આ દેશના નાગરિકોને નથી…..  જો એ બંધારણને વફાદાર રહેશો તો જ તમે અણગમતી પરિસ્થિતિમાંથી નીકળી શકશો લોકશાહીમાં દરેક પક્ષ મેનેજર છે અને લોકો માલિક છે હવે માલિકને જે ગમે તે પીરસવાનું કામ મેનેજરનું છે એટલે કોઈ પક્ષનો વાંક તમે કાઢો એ પણ બરાબર નથી કેમ કે તમે જે ઈચ્છો છો તે પક્ષે તમને પીરસ્યું છ  અને તે તેની ફરજ માં આવે સત્તામાં પહોંચવા માટે મેનેજર થવા માટે જેવી રીતે દેશો સેવા ની લાગણી સંતોષવી પડે એ રીતે જ્યારે લોકો સમજણ કેળવશે કે આ દેશનો કેવી રીતે વિકાસ થાય આપણે વિકાસશીલ દેશ બન્યા પરંતુ આપણે વિકસિત દેશ બનવું છે કે જ્યાં આપણી જીવન જરૂરિયાત સંપૂર્ણપણે પૂરી થાય અમેરિકામાં આજે

આજે ઘર રોજી રોટી સુરક્ષા બાળકોનો ઉછેર શાળાઓ બધું સરકાર પોતાની જવાબદારીથી આપે છે જ્યાં સુરક્ષા માટે તમારે કોઈની આજીજી કરવી પડતી નથી ત્યાં સહજ રીતે તમને સુરક્ષા પ્રદાન થાય છે આ બધી સુવિધા એક વિકસિત દેશ બનવા માટે લોકોએ પોતાના મનમાં ઈચ્છા શક્તિ વ્યક્ત કરવી જોઈએ. સર્જવી જોઈએ જેવી રીતે અંગ્રેજોને કાઢી મૂકવા માટે દેશના લોકોએ જે માનસિકતા બનાવી હતી કે અંગ્રેજ ન જ જોઈએ આજ રીતે દેશના લોકોએ લાગણી બનાવી જોશે કે અમારે વિકસિત દેશ બનવું છે. ત્યારે ગાંધીજી આઝાદી માટે દેશના લોકોને મળી ગયા હતા હવે લોકતંત્રને સુધરહટ કરવા બીજા ગાંધીજી મળી જશે જો તમે વિચાર કરશો કરશો કે તમારા દેશને વિકસિત દેશ બનાવવું છે

ઘણાને પ્રશ્ન થાય છે કે કાર્યક્રમમાં વજુભાઈ વાળા શા માટે આવ્યા? મારે ખાલી વજુભાઈ સાથે જ નહીં મારે પ્રવીણ કાકા મણીયાર સાથે કે જીવનકાકા સાથે હોય મનોહરસિંહજી સાથે હોય કે અશ્વિનભાઈ સાથે હોય કે મનસુખભાઈ દોશી સાથે હોય આ બધા વડીલો એ મને હંમેશા આશીર્વાદ આપ્યા છે   વિજયભાઈ નો પણ કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો હતો એ આવે તો પણ વાંધો ન હોય અમારે કદાચ પક્ષની વિચારધારામાં ભેદ હશે એ એક પ્રથામાં માને છે એવું માને છે કે આ પ્રથા થી સારું થશે અમે એવું માનીએ છીએ કે નહીં જે પ્રથા થી આપણને આઝાદી મળી અને દેશ વિકાસ થયો અમે એ પ્રથામાં માનીએ છીએ પરંતુ એનો મતલબ એવો નથી કે અમારે સારા કામ માટે ભેગું ન થવું.

ભેગું ન થવું. સારા કામ માટે ગમે તે પક્ષમાં હોય ભેગું થવું જોઈએ હા, આ બે દાયકાથી આ પરંપરાભાંગી ગઈ છે ગી છે બાકી આ શહેરમાં જ્યારે ચીમન કાકા અપવાસ ઉપર બેસે એક કોર્પોરેશન આપણે નથી જોતી અને મનોહરસિંહજી તેમને પારણા કરાવે આ રાજકોટની પરંપરા છે તો મને ખબર નથી પડતી કે હું વજુભાઈ ને વડીલ તરીકે બોલાવો અને તે પ્રશ્ન બને અને બેકાર વાતોમાં પડવા માંગતો નથી મેં આ પુસ્તક દેશના નાગરિકોને ખરા અર્થમાં રાષ્ટ્રવાદી બનાવવા માટે મારી વિચાર ને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો છે

ઇન્દ્રનીલભાઈ રાજગુરૂએ સર્જેલું પુસ્તક લોકતંત્રને એક તાંતણે બાંધીને સશક્ત રાષ્ટ્ર નિર્માણ કરવાની ચાવી : વજુભાઈ વાળા

ઇન્દ્રનીલભાઈએ લોકશાહી વિશે લખ્યું એ બદલ એને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું અંદર શું લખ્યું છે એ મને ખબર નથી અને આમ પણ રાજગુરુ માં શું અંદર છે તે કોઈને ખબર પડતી નથી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પોતાની આગવી સદા થી સૌને રાજીના રેડ કરી દીધા હતા તેમણે જણાવ્યું હતું કે અરે મને તો એમ હતું કે શક્તિસિંહ ને મળાશે મનસુખભાઈ ને મળાશે આ સારો કાર્યક્રમ છે પરંતુ જેમ સાયકલમાં હવા ભરવાનો પંપ હોય મોટર માટે કમ્પ્રેસર હોય છે એવા બંને મહાનુભાવો એ મારા વખાણ કરી અને મારામાં જે રીતે હવા ભરી એ બદલવું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું માણસ કેવો છે ને એનું સર્ટિફિકેટ ક્યાંથી નથી લેવાનું હોતું નથી

એની જો ઘરવાળી વખાણ કરે તો વર્લ્ડમાં કોઈ સર્ટિફિકેટ ની જરૂર નથી અને હજી સુધી કોઈ બહેનોએ આવી ભૂલ કરી નથી પણ મારા તો અહીંયા અમારા ઘરવાળાઓ જ વખાણ કર્યા બીજું આનંદમાં રહેવું મસ્તીમાં રહેવું પોલિટિક્સ ની અંદર આખા ગુજરાતમાં રાજકોટ ની અંદર એવું વાતાવરણ છે કે પોલિટિક્સ ની અંદર તમારા મતભેદ હોઈ શકે પણ મન ભેદ કોઈદી નથી હોતા. 1980 માં હું આદરણીય મનોહરસિંહજી સામે લડ્યો પરંતુ એમણે મારા સામે એક પણ ઘસાતું શબ્દો બોલ્યો નથી .કે હું પણ બોલ્યો નથી ..ત્યારબાદ સુનિલભાઈ જોશી સામે આવ્યા તેમની સામે પણ ક્યારેક ઘસા તું બોલ્યો નથી તે પણ બોલ્યા નથી.. ધારાસભા સામસામે લડ્યા હોય પણ સામે મળે તો યાદ પણ ન હોય કે સામે સામે ચૂંટણી લડી હતી  મિત્રો મધભેદ હોવો એ સ્વભાવિક છે પણ મન ભેદ ન હોવો જોઈએ  શક્તિસિંહ કહ્યું ને કે બોલેલું થોડીક રહે અને લખેલું કાયમી સ્વામી વિવેકાનંદજીએ પોતાની 39 વર્ષની ઉંમરમાં જે લખ્યું છે તે ભારતને શ્રેષ્ઠ ભેટ તરીકે પ્રાપ્ત થયું છે એ વાંચીને માનવ જીવન કેવું હોવું જોઈએ તે સમજાવવા સ્વામી વિવેકાનંદજી એ પ્રયત્ન કર્યો છે શિકાગોની ધર્મસભામાં ભારતીય સંસ્કૃતિને વિશ્વનું ગૌરવ અપાવ્યું હતું  માણસ વિચારક હોય એ લખે, અને આપણે પણ શું કે જે લખે ને એ વિચારક થઈ જાય.. વિચારવા માટે માણસને મન ભેદ હોય મનભેદના સંશોધન માં મગજ વાપરવો પડે ઇન્દ્રનીલ ભાઈએ કહ્યું કે હું પહેલો માણસ છું કે મારે લોકશાહીનું પાલન કરવું જોઈએ .હું પણ માનું છું કે લોકશાહીનું પાલન અને તે મુજબનું જો વ્યવહાર થાય તો ભારત દેશ જે રીતે ઇઝરાયેલો રાષ્ટ્ર પ્રેમથી સફર છે

તેના કરતાં પણ વધુ બળવતર થઈ શકે આવી શકતી ધરાવનાર ભારતના લોકો છે. લોકોના વિચારને કેન્દ્રમાં રાખી જો આગળ વધે તો સમગ્ર ભારતનું ભલું થાય અને ભારત એવો દેશ છે કે જે સમગ્ર વિશ્વનું ભલું કરે ઘણા વર્ષો ગુલામીની ઝંઝાવાતોમાં રહી ગરીબીમાં રીબતો આદેશ ગરીબી માંથી બહાર આવ્યો છે આમ પણ ગરીબી માંથી બહાર આવેલો વ્યક્તિ ધનવાન થવાની કોશિશ કરે છે હું કેમ પૈસા દાર થઈ જાવ અને જેટલો માણસ પૈસાદાર મોટો થતો જાય એમ પોતાની જાતને હોશિયાર અને સક્ષમ માને છે .

બાકીના બધાએ ભૂતબાળ અને હું હોશિયાર હોશિયાર તો ખરેખર આ દેશમાં જે લોકો વિચારશીલ છે તે છે જે સમાજને વિચાર આપે છે જે લેખન મારફત આપતા હોય કે વક્તૃત્વથી તે ખરેખર મહાન છે મિત્રો આ દેશની આઝાદી આપવા માટે થઈને મહાત્મા ગાંધીજીએ હિન્દુસ્તાન માટે મહેનત ન કરી તેમણે દુનિયામાં જ્યાં જ્યાં અન્યાય થતો હતો ત્યાં મુક્તિ માટે મહેનત કરી ….આ બતાવે છે કે હિન્દુસ્તાનના લોકો અન્યાય સામે લડવા ના લોહીમાં સંસ્કાર ધરાવે છે પણ માણસ ધ્યેય મૂકીને સંપત્તિ લક્ષી બને ત્યારે તેના વિચારો નબળા પડી જાય છે… વ્યક્તિ ધ્યેય લક્ષી હોવો જોઈએ મને તમે માન આપો કે ન આપો. પણ મારા વિચારમાં મક્કમ છું મને માન મળે મારો અપમાન થાય પણ હું મારા વિચારથી ક્યારેય જુદો થઈ શકીશ નહીં જે રાષ્ટ્રમાં વિચારકો હોય પરંતુ તેનું વક્તુત્વ અલગ હોય તો પણ રાષ્ટ્ર નબળું પડે જો બંને એક હોય તો રાષ્ટ્ર મજબૂત બને હું ગવર્નર હતો ત્યારે રિટાયર જજ મને મળ્યા અને તેમણે કહ્યું કે મેં ભગવાન રામે લક્ષ્મણને સીતાજીને મૂકી આવવાનું કહ્યું તે પ્રસંગ મારી રીતે લખ્યું છે અને તે મનસુખભાઈ જોશી ને સાંભળવા જેવા છે

અમુક વ્યક્તિઓને સંભળાવવા જેવું હોય ને અમુક વ્યક્તિઓને સાંભળવાના હોય માટે સવા બસો પાના ભરાયા છે મેં વિચાર્યું કે જો 200 પાના લખ્યા હોય તો એ માણસે વિચાર્યું કેટલું હશે?… લખનાર માણસે પહેલા ખૂબ વિચારવું જોઈએ લેખનની તાકાત વિચારોમાંથી આવે છે ઇન્દ્રનીલ ભાઈએ આ લખ્યું બીજા માટે બોધ બને કે ન બને પણ જીવનમાં એ તો કર્તા થશે ….નહીં તો પછી આપણે જ ક્યારેક કહીએ કે અમે તો તમારા પુસ્તકના વિમાચનમાં હતા. તમે તો લખ્યું હતું અને અત્યારે તો આમ થાય છે પણ નહીં માણસનું વ્યક્તિત્વ અને અને વિચારનું પ્રતિબિંબ તેના લેખનમાં દેખાય છે શક્તિસિંહ સાથે મેં ધારાસભ્ય તરીકે ઘણા સમય કામ કર્યું છે ધારાસભામાં બેઠેલા તમામ વ્યક્તિ સાથે મારે ક્યારેય મનભેદ રહ્યો નથી .

ભૂતકાળમાં થયું નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં આપણામાં બે વૃત્તિ રાખવાની ન હોય સૌરાષ્ટ્રના છીએ વેરના વળામણા હોય વેરના વાવેતર કરવા વાળા આપણે નથી .પ્રેમ વધારવાથી પ્રેમ વધે છે રાજકારણમાં રાજકોટમાં શ્રેષ્ઠ વાતાવરણ છે ચૂંટણી વ્યક્તિ વચ્ચે નથી વિચારધારા વચ્ચે હોય છે ઇન્દ્રનીલભાઈએ જે પુસ્તક લખ્યું છે તે ખૂબ જ સારી છે એનાથી પણ વિશેષ તેને જીવનમાં ઘણા વર્ષો કાઢવાના છે ભગવાને એને તાકાત અને બુદ્ધિ તો આપી જ છે પૈસા પણ ખૂબ આપ્યા છે પોતાની શક્તિ સમાજને સમર્પિત કરે છે ઇન્દ્રજીતભાઈ લોકશાહીને શુદ્ધ બનાવવા માટેના પ્રયાસરૂપી પુસ્તકનું આવિષ્કાર કર્યું છે તે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે

ઇન્દ્રનીલ રાજગુરૂ એ લોકતંત્રને એક આદર્શ પુસ્તક આપ્યું : શક્તિસિંહ ગોહિલ

ઈન્દ્રજીનભાઈ રાજગુરુને હું ઘણા લાંબા સમયથી ઓળખું છું પણ આજે એક નવું રૂપ જોયું કથની અને કરણીમાં જ્યારે એકરૂપતા ના ભાવ ઉભા થાય ત્યારે વ્યક્તિનો કેવો વિકાસ થાય ઈન્દ્રની ભાઈ રાજગુરુ એ સાચી કહેવાની હિંમત ની રાજકારણમાં છાપ બનાવી હતી પરંતુ આજે પુસ્તક લખીને તેમણે સાબિત કરી દીધું કે સત્યનો સ્વીકાર કરવાની હિંમત જોઈએ બોલવું વિચારવું અને લખવું અલગ અલગ બાબત છે લેખન એ વિચારધારા અને અમર બનાવવાનું ઉત્તમ પ્રયોગ છે કોઈ પણ સારા વક્તા હોય તો તેણે બોલેલા વેણ હાજર રહેલા અને હાજર રહેલા લોકો મારફત સાંભળનારાઓને થોડો સમય યાદ રહે છે

પરંતુ વિચારીને લખનારના વાક્યો વેણ અને વિચારો પેઢીઓ સુધી વંચાય છે આજે ઇન્ટરવભાઈ રાજગુરુ એ લોકતંત્ર અને જીવંત રાખવા માટે ભાવિ પેઢીને એક નવી વિચારધારા નો રસ્તો બતાવ્યો છે આ પુસ્તક ખરેખર આપગામી દિવસોમાં ભવ્ય અને દિવ્ય પુસ્તકોમાં ગણના થશે તેમણે મને કહ્યું કે મારા મનમાં હતું તે મેં લખ્યું છે હું લેખક નથી જેવું આવ્યું તેવું લખ્યું પરંતુ આ લેખનમાં રાષ્ટ્રવાદની સચ્ચાઈની ધરતી છે ભાઈના વિચારો વ્યક્તિગત વિચારધારા કે પક્ષ પુરતા સીમિત નથી તેમણે લોકશાહીની તૃતીઓ કેવી રીતે દૂર થાય અને તેમાં છેવાળાના મતદારની શું ભૂમિકા છે તેનું તેમણે નિરૂપણ કર્યું છે

આ પુસ્તક ખરેખર લોકતંત્ર ને આદર્શ ભેટ સમાન છે શક્તિસિંહ ગોહિલે વર્તમાન રાજકારણ અંગે જણાવ્યું હતું કે કર્ણાટકની પ્રજા ભાજપના શાસનથી ત્રાસી ગઈ હતી 40 ટકા કમિશન લેવાતું હતું લોકોના અંદર સ્વયંભુ લાગણી હતી કે કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં હોવી જોઈએ મે કર્ણાટકમાં લોકોની ઈચ્છા અને પ્રેમનો જાત અનુભવ કર્યો છે ઉપરાંત ત્યાંના કોંગ્રેસના નેતાઓ ને જે લોકોનો સહકાર પ્રેમ મળતા મેં જોયો છે

એક બનીને ચૂંટણી લડ્યા છે મને અપેક્ષા છે કે કર્ણાટકમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે અને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનશે ચૂંટણીમાં જનતા જનાર્દનનો નિર્ણય જીતે છે કોઈનો અહંકાર પૈસા વૈભવ સત્તાનો દુરુપયોગ આ બધું જ ત્યાં થયું હોવા છતાં મને વિશ્વાસ છે કે કોંગ્રેસના કાર્યકરો નેતાઓની મહેનત અને લોકોનો પ્રેમ કોંગ્રેસને પૂર્ણ બહુમતી આપશે વડાપ્રધાને શહેરમાં 24 24 કિલોમીટર લાંબા રોડ સોના કાર્યક્રમો ચૂંટણી પ્રચારક તરીકે તેમને કરવા પડે પરંતુ આખરે લોકોને નિર્ણય હોય છે પરિણામ સામે હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.