Abtak Media Google News

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.ના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે નેશનલ ટ્રેનર અને સર્ટીફાય લીન મેનેજર ભરતભાઈ વાઘેલાનો બિજનેસ ઈઝ એ બેટલ વિધાઉટ બુલેટ એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ કાઉન્સીલના પૂર્વ ઉપપ્રમુખ અને ગવર્નીંગ બોડી મેમ્બર હિરાભાઈ માણેકના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના કો.ચેરમેન દિપકભાઈ સચદેએ કાર્યક્રમના વિષય ઉપરની માહિતી તેમજ મુખ્ય વકતાનો પરિચય આપ્યો હતો. કાઉન્સીલના પૂર્વ પ્રમુખ અને ગવર્નીંગ બોડી મેમ્બર હિરાભાઈ માણેક તથા માનદ મંત્રી મનહરભાઈ મજીઠીયાએ વકતા ભરતભાઈ વાઘેલાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરે હતો.

મુખ્ય વકતા ભરતભાઈ વાઘેલાએ માહિતી આપતા જણાવેલ હતુ કે આજના સમયમાં બિઝનેસ એ યુધ્ધ છે. જેના માટે હંમેશા જાગતા રહેવું જોઈએ માર્કેટમાં શું નવુ આવે છે. શુ કરવું જોઈએ, લોકોને શુ ગમે છે. એ વિશે હંમેશા અપડેટેડ રહેવું જોઈએ.ભરતભાઈ વાઘેલાએ વધુમાં જણાવેલ હતુ કે આપણો બિઝનેસ હંમેશા ગ્રાહકલક્ષી હોવો જોઈએ ગ્રાહકને શુ તકલીફ છે તેની શું જ‚રીયાત છે. તે જાણવું જોઈએ ગ્રાહકથી ગ્રાહક માર્કેટીંગ સરળતાથી થાય છે. બિઝનેસમાં તમારે તમારા હરિફોને ઓળખવા પડશે. જેટલુ આગળ વિચારીશુ તેટલો બિઝનેસ આગળ વધશે.

કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્યો હિરાભાઈ માણેક, સોનલબેન ગોહેલ તથા અન્ય સભ્યોમાં મનસુખલાલ જાગાણી, ખોડીદાસ સોમૈય નિકેત પોપટ, અશ્ર્વીનભાઈ ત્રિવેદી, હરિભાઈ પરમાર, બાન લેબ્સ તથા વિવિધ ઉદ્યોગોના અધિકારીઓ તથા સૌરાષ્ટ્ર યુનિ. તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલના માનસ મંત્રી મનહરભાઈ મજીઠીયાએ અને કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરેલ હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.