ફટાફટ બની જતું અને રસોઇમાં નવા નિશાળીયાને પણ આવડી જાય તેવું ખાટું અને ચટપટું ટામેટાનું અથાણું. રાઇનો સાદો વઘાર અને છાંટેલા મસાલાથી બનતી ટામેટાંની લૌંજી રોટલી સાથે ખાવાની મજા જ પડી જશે. જોવાની સાથે-સાથે સુગંધ માત્રથી આવી જશે તમારા મોંમાં પાણી. તો નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો તમારા રસોડામાં આજે જ.

સામગ્રી :

૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૧ ટેબલસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન રાઇ
૧/૪ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન કલોંજી
૧/૪ ટીસ્પૂન વરિયાળી
૧/૪ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન ધાણા પાવડર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટેબલસ્પૂન સાકર
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર

વિધિ :

  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ, કલોંજી અને વરિયાળી મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. પછી તેમાં ટમેટા અને લીલા મરચાં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  3. પછી તેમાં ધાણા પાવડર, મરચાં પાવડર અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. તે પછી તેમાં સાકર, કોથમીર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  5. બસ તૈયાર છે ટામેટાંની લૌંજી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.