ઈંડાની લારીએ થયેલી બોલાચાલીના કારણે છ શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

 

જામનગર: નજીવી બાબતે યુવાનની હત્યા, એક ગંભીર

 

જામનગરમાં રહેતા બે ગઢવી ભાઈઓ ગોરધનપરમાં ઈંડાની લારીએ હતા ત્યારે અજાણ્યા 6 જેટલા શખ્સો સાથે સામાન્ય બોલાચાલી થતા તેઓએ તેમના પર છરી વડે હુમલો કરતા એક ભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બીજા ભાઈને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે જી.જી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ એ અને ઘટના સ્થળે દોડી જઇ વધુ કાર્યવાહી હાથધરી છે

વિગતો મુજબ જામનગર ખાતે રહેતા ખીમરાજ રાજાણી અને દેવદાસ રાજાણી નામના બે ગઢવી ભાઈઓ ગઈકાલ રાત્રીના સમયે ગોરધનપરમાં ઈંડાની લારીએ હતા ત્યારે તેમને 6 જેટલા અજાણ્યા શખ્સોએ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી.જેમાં તે આવારા તત્વો દ્વારા બંને ભાઈઓ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલામાં ખીમરાજનુ ઘટના સ્થળે મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો અને તેના ભાઈને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઈજગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથધરી હતી.હાલ પોલીસે હુમલો કરનારા 6 જેટલા અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.