Abtak Media Google News

ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, ડી. વાય. એસ. પી. સાગર બાગમર,પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જોષી, પીએસઆઈ જે બી. મીઠાપરા, વસાવા, ના અધ્યક્ષ સ્થાને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં નગરપતિ ડી. એલ. ભાષા, લઘુમતી સમાજના અગ્રણી હાજી ઈબ્રાહીમભાઈ ખુરેશી,શહેર ભાજપ પ્રમુખ હરસુખભાઈ ટોપિયા,મહામંત્રી ડી. જી. બાલધા,હરકિશનભાઈ માવાણી, મકબુલભાઇ ગરાના, અબ્દુલભાઇ નાલબંધ, બકુલભાઈ કોટક, મનોજભાઈ રાઠોડ, દિનેશભાઇ ટોપિયા,યોગેશભાઈ ભાષા, જયેશભાઈ ચૌધરી, ધીરેનભાઈ વૈષ્ણવ,મનીષભાઈ ભટ્ટ, સહિત વિવિધ સંસ્થાના તેમજ રાજકીય-સામાજિક આગેવાનો, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરના તમામ નગરજનો વતી તમામ પત્રકારો તરફથી નયન કુહાડીયા, ભરત બગડા એ પુષ્પગુચ્છ આપી જિલ્લા પોલીસ વડા નું સ્વાગત કર્યું હતું.

લોક સંવાદ માં નગરજનોએ રજુઆત કરી હતી કે ધોરાજી માં ટ્રાફિક તેમજ ધૂમ સ્ટાઇલ બાઈક ચાલકો ને અંકુશમાં રાખવા જોઈએ. તમામ આગેવાનોએ સામુહિક સુર વ્યક્ત કરતા જણાવેલકે ધોરાજીમાં હિન્દૂ મુસ્લિમ સમાજ વચ્ચે એકતા અને કોમી એખલાસ ભર્યું વાતાવરણ છે. આથી ધોરાજી ને સંવેદનશીલ ની યાદી માંથી બહાર કરવું.

જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ લોક પ્રશ્નો ઉકેલવા ખાત્રી આપી ધોરાજી પોલીસ સ્ટાફ અને નગરજનો ને સહકાર આપવા બદલ અભિનંદન આપ્યા હતા તથા હોમગાર્ડ જી આર ડી ના કર્મચારીઓ સાથે પણ બલરામ મીના સાહેબ એ લોક સંવાદ કાર્યક્રમ કર્યો હતો અને તેઓ ની માંગણી પડતર પ્રશ્નોની ચર્ચા કરી હતી  અને માર્ગદર્શન પણ અપાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.