Abtak Media Google News

વેપારીના મકાનમાંથી રૂ. ૭૦ લાખની ચોરી કર્યા ની કબુલાત

પૂર્વ કચ્છ પોલિશ વિભાગ ના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે દ્વારા રાજસ્થાનના જોધપુર જિલ્લાના મહામંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ૦ લાખની દાગીના અને રૂા.ર૦ લાખની રોકડ રકમની ચોરી કરનાર બે વોન્ટેડ હિસ્ટ્રીશીટરની ધરપકડ કરી છે.  પૂર્વ કચ્છ એસઓજીની ટીમે બાતમી હકીકતને આધારે માખેલ ટોલનાકા નજીકથી અલ્ટો કારમાંથી બે શખ્સોને ધર દબોચી લીધા હતા.

પીએસઆઈ લાંબરિયાને મળેલી પૂર્વ બાતમી અને હકીકતના આધારે બે હિસ્ટ્રીશીટરોને દબોચી લેવાયા હતા. જેમાં આરોપી બાબુરામ ધોકડરામ માલી (રહે. પાલ, જિ.જોધપુર, રાજસ્થાન), પ્રેમરાજ ભીયારામ માલી (રહે. પીપાડ સિટી, નવાપુરા સુષભાષ કોલોની, જિ.જોધપુર, રાજસ્થાન)ને દબોચી લેવાયા હતા. બન્ને આરોપીઓએ એક વેપારીના ઘરમાંથી રોકડા રૂપિયા અને પ૦ લાખના દાગીનાની ચોરી કરી હોવાની ગુનો નોંધાયો છે. ઉપરોક્ત બન્ને આરોપીઓ કચ્છમાં ઘૂસ્યા હોવાની બાતમીના આધારે એસઓજી દ્વારા વિશેષ  કાર્યવાહી કરી હતી. બન્ને વોન્ટેડ શખ્સો જીજે૦૧-એચ ઝેડ-૪ર૦ર નંબરની અલ્ટો કારમાં માખેલ ટોલનાકા નજીકથી આવતા હતા ત્યારે પોલીસે દિલધડક ઓપરેશન કરીને બન્નેને કારમાંથી પકડી પાડ્યા હતા. આરોપીઓએ ગત ર૬ જુલાઈએ રાત્રિના રાજસ્થાનમાં જોધપુરના મહામંદિરમાંથી ડ્રાયફ્રૂટના વેપારીના મકાનના તાળા તોડીને રોકડા રૂપિયા ર૦ લાખ તેમજ પ૦ લાખના દાગીનાની ચોરી કરી હતી. ગણતરી ના દિવસો માં આ બન્ને આરોપીઓ ને દબોચી લેવા માં આવ્યા છે.  ચોરી અને લૂંટની આવી અનેક વારદાતોને આરોપીઓએ અંજામ આપ્યો છે ત્યારે કચ્છ પૂર્વ એસ ઓ જી દ્વારા આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ વી.પી.જાડેજા, પીએસઆઈ વી.જી.લાંબરિયા, એએસઆઈ ભૂપેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ દેવાનંદ બારોટ, જગદીશસિંહ સરવૈયા, તખતસિંહ સિંધવ, રવિરાજસિંહ પરમાર, લાલજી તેરવાડિયા, પીરમામદ નારેજા સહિતની પૂર્વ કચ્છ એસઓજીની ટીમ જોડાઈ હતી. આ બંને આરોપીઓ પાસેથી અન્ય ચોરીના ભેદ પણ ઉકેલ આવી શકે તેવી પણ શક્યતાઓ નકારી શકાતી નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.