Abtak Media Google News

ગીર ગઢડા- મનુ કવાડ:

આજરોજ સામાજિક વનીકરણ રેન્જ ગીર ગઢડા દ્વારા ગીર ગુંનજન વિદ્યાલય મહોબતપરા ખાતે 72માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ધનિસ્ત વાવેતર ઝુંબેશની થીમ સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા તાઉતે વાવાઝોડાનાં કારણે થયેલ નુક્સાનને ભરપાઈ કરવાના સંકલ્પ સાથે એક વ્યક્તિએ એક વૃક્ષ વાવવું એવી હાંકલ સાથે મહાનુભાવોએ પોતાના વ્યક્તવ સંદેશ રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમાં અધ્યક્ષ ડાયાભાઈ જલોંધ્રા, ગીર સોમનાથ જી.પંચાયત સદસ્ય દ્વારા પ્રેરણાત્મક વ્યકિતત્વ આપવામાં આવ્યું હતું. ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવો તાલુકા વિકાસ અધિકારી ચોધરી ગીર ગઢડા પીઠાભાઈ નુકુમ, પ્રમુખ ગીર ગુંજન વિદ્યાલય ધીરુભાઈ ગજેરા, ધીરુભાઈ ખોખર અને પ્રમુખ-કિસાન મોરચો વિશાલભાઈ વોરા સહિત આસપાસનાં ગામડાંઓનાં સરપંચ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષ વાવેતર અને તેના ઉછેર માટે સંકલ્પ કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા આર.એફ. ઓ.મકવાણા તથા તેમનો સ્ટાફે જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનાં અંતમાં આર.એફ. ઓ.મકવાણા દ્વારા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષ બચાવવા અને નવા ઉગાડવા માટેનાં આયોજનની માહિતી આપી લોક સહકાર સાથે આગળ વધવા માટેની ઈચ્છા વ્યક્ત કરી સંપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થા અને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.