Abtak Media Google News

ગુજરાત સરકાર એક તરફ સિંહોને સાચવા માટે અનેક પગલા લેતી હોય છે. ત્યારે બીજી તરફ લોકો દ્વારા ગેરકાયદેસર રીતે સિંહો માટે લાયન શો કરીને સરકાર દ્વારા બનાવેલા નિયમોનો ઉલાળિયો કરતા હોય છે ત્યારે આવો જ એક ગેરકાયદેસર સિંહની પજવણીનો વીડીયો સામે આવ્યો છે.

https://www.instagram.com/reel/CrQKyfKO0d2/?utm_source=ig_web_copy_link

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ગીર સોમનાથજીલ્લાના ગીરગઢડા તાલુકાની છે જ્યાં બાબરીયા રેન્જમાં સિંહ સાથે હેરાનગતિ કરવાનો વિડીયો સામે આવ્યો. આ વીડીયોમાં જોઈ શક્ય કે ડાલા મથ્થાને મરઘીનું પ્રલોભન આપી લાયન શો આગળ બોલાવવામાં આવે છે.

અગાઉ પણ મરઘીનું પ્રલોભન આપી પજવણી કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે બાબરીયા રેન્જમાં લાયન શો કરનાર ફરાર આરોપી ઇલીયાસ અદ્રેમાનને વનવિભાગે ઝડપી પાડ્યો હતો અને સાજીદ તથા ઈલિયાસને ગીરગઢડા કોર્ટમાં રજુ કરી ચાર દીવસના રીમાન્ડ મેળવ્યા હતા. ભૂતકાળમાં પણ ઇલીયાસ દ્વારા સિંહની પજવણી કરી છે ત્યારે સવાલ એ ઉભા થાય કે કેમ જંગલી પ્રાણી સામે માણસ જંગલી કેમ બની રહ્યા છે. ગુજરાતના ગૌરવની પજવણી કરનાર આરોપીઓ પર ક્યારે સખ્ત પગલા લેવાશે તે જોવાનું રહ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.