Abtak Media Google News

સુરક્ષા સેતુ સોસાયટી અને ટી.ટી.સી. એકેડમીના સંયુકત ઉપક્રમે

રાજકોટ શહેર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને ટી.ટી.સી. એકેડમી દ્વારા જીપીએસસીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં શહેર પોલીસના ડી.સી.પી. બલરામ મીણા અને કરણરાજ વાઘેલા એસીપી હર્ષદ મહેતા તથા અન્ય વિષયના નિષ્ણાંતોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતુ. આ સેમીનારમા મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

Vlcsnap 2018 07 23 09H57M28S241અબતક સાથેની વાતચીત દરમિયાન ડી.સી.પી. ઝોન ૨ કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે ગયા સોમવારે જી.પી.એસ.સી.ની કલાસ ૧, ૨ ડે. કલેકટર, ડે. સુપ્રીડેન્ટ પોલીસ અને અન્ય કેટલીક જોબની ૩૦૦ ઉપર જેટલી જગ્યાઓની જાહેરાત પડી છે જેની પ્રિલીમીનરી એકઝામ ઓકટોબર મહિનામાં લેવામા આવનાર છે.

અને ત્યારબાદ મેઈન્સ અને ઈન્ટરવ્યૂની એકઝામ થતી હોય છે. આ જી.પી.એસ.સી. માટે નવા નિયુકત કમિશ્નર ઓફ પોલીસ મનોજ અગ્રવાલએ તાત્કાલીક આ સેમીનાર માટે હા પાડેલી હતી. અને ટી.ટી.સી. એકેડમીના સૌજન્યથી રાજકોટ શહેર પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આજે પોલીસ હેડ કવાટર ખાતે જ ૫ કલાકના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનારમાં જીપીએસસી પાસ કરેલા સારા વકતાઓને પણ અહીયા આમંત્રણ આપવામાં આવ્યું છે.Vlcsnap 2018 07 23 09H58M12S172

એડિસ્નલ ડીસીપી હર્ષદ મહેતા જેમણે પોતે જીપીએસસી પાસ કરેલી છે. એસીપી ભરત રાઠોડ એસીવાય ડે. કલેકટર મેહુલ બરાસરા તથા અન્ય અધિકારીઓ પણ આ સેમીનારમાં લોકોને પોતાના અનુભવોનો લાભ આપશે ડીસીપી બલરામ મીણા સાહેબ જેમણે પોતે પણ અલગ અલગ સાતથી આઠ એકઝામ રાજકોટ, રાજસ્થાન, પી.સી.એસ.ની. કલીયર કરેલ છે.

આઈ.પી.એસ. બનતા પહેલા એમણે પણ પોતાનો એક અનુભવ આપશે અને જોઈન્ટ કમિશ્નર ખત્રી સાહેબ પણ આ ફંકશનમાં હાજર રહેવાના છે. તમામ લોકોને વિદ્યાર્થીઓને રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર જેમાં સરકારી નોકરી બાબતે લોકોમાં કોમપીટીશનનો અભાવ છે. એને જોતા નવા કમિશ્નરે એક ઉતમ પગલુ લીધું છે.

આ સેમીનાર પછી ભવિષ્યમાં કદાચ રેગ્યુલર જીપીએસસી કલાસ ૧,૨, ના કોચીંગ જેગરીબ, નીચલા તબકકાના લોકો છે તેના માટે રાખવાની ઈચ્છા છે. જેથી કરીને ગરીબ લોકોને જે કોચીંગના પૈસા પોસાતાના હોય તો હેડ કવાર્ટર ખાતે આવીને તે કોચીંગ લઈ શકે અને એકઝામ ક્રેક કરીને સારામાં સારા અધિકારી બની શકે અને સમાજની સેવા કરી શકે.

Vlcsnap 2018 07 23 09H58M08S136

અબતક સાથેની વાતચીત દરમિયાન ડી.સી.પી. સેન ૧ બલરામ મિણાએ જણાવ્યું કે આજે હેડ કવાર્ટર રાજકોટ ખાતે જી.પી.એસ.સી. વર્ગ ૧ અને ૨ માટે જે ઓકટોબરમાં એકઝામ યોજાનાર છે. તેના માટે સેમીનાર રાખેલ છે. ટી.ટી.સી. કોચીંગ છે

તેના અને પોલિસ રાજકોટના સંયુકત ઉપક્રમે અને સી.પી.સરનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો છે. એમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. અને આનો હેતુ એ છે કે જે લોકો કોમપીટીટીવ એકઝામની તૈયારી કરી રહ્યા છે. એને સચોટ માર્ગદર્શન મળે અને જે સીનીયર અધિકારીઓ છે

જે ઓલરેડી એકઝામને ક્રેક કરી ચૂકયા છે. તે લોકોના અનુભવોનો લાભ મળે અને જે કાંઈ પરીક્ષા બાબતની તેમને મુશ્કેલીઓ હોય તેમના કાંઈ પ્રશ્નો હોય, શંકાઓ હોય છે પ્રશ્નો, શંકાઓનો અહીયા ઉચિત નિરાકરણ થાય અને આગળ વધીને તે લોકો સમાજની સેવામાં જોડાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.