Abtak Media Google News

રાજકોટ ગેલેરીયા હોટલમાં પટેલ યુવતી પર મુસ્લિમ શખ્સે બળાત્કાર ગુજાર્યો

અમદાવાદની મેડિકલ કંપનીમાં સાથે કામ કરતા પરિણીત શખ્સના પરિચયમાં આવતા દુષ્કર્મ આચર્યુ

અમદાવાદની મેડિકલ કંપનીમાં કામ કરતી પટેલ યુવતી અને પરિણીત મુસ્લિમ શખ્સના પરિચયમાં આવતા યુવતી પર રાજકોટની ગેલેરીયા હોટલમાં બળાત્કાર ગુજાર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા અમદાવાદના પરિણીત મુસ્લિમ શખ્સની પોલીસે શોધકોળ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ લાલપુર તાલુકાના સેતાલુશ ગામની પટેલ યુવતી બે વર્ષ પહેલાં અમદાવાદની મેડિકલ કંપનીમાં કામ કરતી હતી ત્યારે તેની સાથે કામ કરતા અમદાવાદના જુહાપુરા વિસ્તારના ઝુબીન શમીમખાન પઠાણના પરિચયમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. શમીમ પઠાણ પરિણીત  હોવાની જાણ થતા અમદાવાદ છોડી રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેવા માટે આવી હતી.

પોતાના ભાઇ સાથે રહેતી પટેલ યુવતીને અમદાવાદથી ઝુબીન પઠાણ ત્રણેક માસ પહેલાં મળવા આવ્યો હતો અને 150 ફુટ રીંગ રોડ પર ગેલેરીયા હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

તાલુકા પોલીસ મથકના પી.આઇ. ગોંડલીયા અને પી.એસ.આઇ. વી.એન.મોરવાડીયા સહિતના સ્ટાફે અમદાવાદના જુબીન સામે બળાત્કાર અંગેનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.