Abtak Media Google News

નેવી, આર્મી અને આઇએએફને શસ્ત્રોની આવશ્કયતા

દેશની સેના સુરક્ષાની નીવ છે, તેને વધુમાં પ્રબળ અને મજબુત બનાવવા માટે સંરક્ષણ મંત્રીએ મંગળવારે ૭.૪ લાખ એસોલ્ટ રાયફલ અને ૧૬,૫૦૦ લાઇટ મશીન ગન, એમ કુલ ૧૫,૯૩૫ કરોડનો બુસ્ટરડોઝ ભારતીય સેનાને અપાવવાની મંજુરી અપાઇ હતી. જમ્મુ કેમ્પમાં આતંકી હુમલાની ઘટના બાદ આવશ્યકતા લાગતા સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારામને શસ્ત્રે અપાવવાની મંજુરી આપી હતી. જેના માટે હવે ટેન્ડરો બહાર પડાયા છે. એક વર્ષ સુધીમાં ૧૬,૫૦૦ કરોડ લાઇટ મશીન ગન રૂ ૧.૮૧૯ કરોડના ખર્ચે સેનાને પુરી પાડવામાં આવશે.

Advertisement

આમી, નેવી અને આઇએએફને ૪૩૭૩૨ નવા એલએમજીની જરુર છે. જેના માટે ભારતના વિદેશી કંપની સાથે કરારો થયા છે. ગત માસે રૂ ૩૫૭૪ કરોડના ખર્ચે ૭૨૪૦૦ રાયફલ અન ૯૩૧૯૫ કાર્બાઈન્સ માટેની મંજુરી અપાઇ હતી. ત્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અન્ય રાયફલો માટેની મંજુરી અપાઇ છે. નવી ૮.૬ એમએમ સ્નીયર રાયફલ ૧૨૦૦ મીટરની રેન્જથી શુટ કરવાની ક્ષમતા ધરાવે છે. ૧૯૯૦માં રશિયામાંથી ૭.૬૨ એમએુમની રાયફલ પણ મંગાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.