Abtak Media Google News
  • સારી ઊંઘ માટે  શરીર માટે પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ જરૂરી: પૂરતી ઊંઘ માટે વિટામિન ઇ12 સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે
  • સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ ખૂબ જ જરૂરી છે, પરંતુ જાણ્યે- અજાણ્યે આપણે ઘણી વાર એવી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે આપણી ઊંઘ પર અસર થાય છે. આનું પરિણામ આપણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના સ્વરૂપમાં ભોગવવું પડે છે. 
  • વ્યક્તિની જીવનશૈલી અને ખાવાની ટેવ અનિદ્રા અથવા ઊંઘની કમી માટે મોટાભાગે જવાબદાર છે. તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ ખરાબ ઊઘનું કારણ બની શકે છે.

વિટામિન બી 12

ઊંઘ માટે જરૂરી પોષક તત્વોમાં વિટામિન ઇ12 સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વાસ્તવમાં, તે નર્વસ સિસ્ટમની કામગીરીને સીધી અસર કરે છે. આવી સ્થિતિમાં, જો આહારમાં તેની ઉણપ હોય, તો તેના કારણે વ્યક્તિને ઉંઘમાં અભાવ અથવા અનિયમિતતાનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે વિટામિન ઇ12 ની ઉણપ પણ તણાવ, ચિંતા અને માનસિક હતાશાનું કારણ બની શકે છે. વિટામિન ઇ12 સપ્લાય કરવા માટે, તમે તમારા આહારમાં સેલ્મોન, ટુના, સારડીન, રેઈન્બો અને ટ્રાઉટ જેવી માછલીઓનો સમાવેશ કરી શકો છો. બીજી બાજુ, જો તમે શાકાહારી છો, તો તમે તમારા આહારમાં પાલક, મશરૂમ, બીટરૂટ અને કેળા જેવા ખોરાક તેમજ ફોર્ટિફાઇડ અનાજનો સમાવેશ કરીને તેને પૂરક

વિટામિન બી6

વિટામિન બી6 એ પોષકતત્વોમાંનું એક છે જે ઊઘની ગુણવત્તાને અસર કરે છે. તમને જણાવી દઈએ કે આ વિટામિન સેરોટોનિન અને મેલાટોનિન નામના હોર્મોન્સના ઉત્પાદનમાં મદદરૂપ છે. સેરોટોનિન અને મેલાટોનિન જેવા હોર્મોન્સ સારી ઊંઘ અને મૂડ સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં વિટામીન બી6 ની ઉણપને કારણે શરીરમાં આ હોર્મોન્સનું સ્તર પ્રભાવિત થાય છે અને તેના કારણે ઊંઘની કમી અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. તેન બી6 સપ્લાય કરવા માટે, તમે તમારા આહારમાં માંસ, માછલી અને દૂધનો સમાવેશ કરી શકો છો. જો તમે શાકાહારી હોય  તો કીવી, દાડમ, નારંગી, સ્ટ્રોબેરી, કેળા અને એવોકાડો જેવા ફળોનો સમાવેશ કરી શકો છો.

વિટામિન ડી

અનિદ્રા અથવા ઊંઘની અનિયમિતતા માટે વિટામિન ડીની ઉણપ પણ મોટાભાગે જવાબદાર હોઈ શકે છે. વાસ્તવમાં, વિટામિન ડી આપણા શરીરની ઘડિયાળને અસર કરે છે, તેથી તેની ઉણપને કારણે આપણી ઊંઘની પદ્ધતિ પર અસર થાય છે.  આનાથી ઊંઘનો અભાવ અથવા ઊંઘની ગુણવત્તા નબળી પડી શકે છે.સવારનો સૂર્યપ્રકાશ વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત છે, તેથી તમારે ચોક્કસપણે સવારે સૂર્યમાં થોડો સમય પસાર કરવો જોઈએ. આ સાથે, વિટામિન ડીની સપ્લાય કરવા માટે, તમે તમારા આહારમાં ઈંડા, માછલી, દૂધ, આખા અનાજનો સમાવેશ કરી શકો છો.

વિટામિન ઈ

વિટામિન ઊ ઊંઘની ગુણવત્તાને પણ ઘણી હદ સુધી અસર કરે છે અને તેથી તેની ઉણપ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. ખરેખર, વિટામિન ઊ શરીરમાં સ્વસ્થ કોષોના નિર્માણ અને વિકાસમાં મદદ કરે છે. આ રીતે તે મગજના કાર્યને સુધારવામાં સહાયક ભૂમિકા ભજવે છે. આ સાથે, વિટામિન ઊ, એક શક્તિશાળી ગઊઠ કેસડન્ટ તરીકે, ઊંઘની ગુણવત્તા સુધારવામાં પૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં તેની ઉણપ ઊંઘની ગુણવત્તાનું કારણ બની શકે છે.

વિટામિન ઈની સપ્લાય કરવા માટે, તમે તમારા આહારમાં ડ્રાયફ્રૂટ્સ અને બીજ સાથે પાલક, બ્રોકોલી, ટામેટાંનો સમાવેશ કરી શકો છો.

મેગ્નેશિયમ

મેગ્નેશિયમ એ શરીર માટે આવશ્યક ખનિજ તત્વ છે, જેની ઉણપ ઊંઘમાં ખલેલ અને માનસિક સમસ્યાઓનું કારણ બને છે. તમને જણાવી દઈએ કે અનિદ્રા એ મેગ્નેશિયમની ઉણપનું મુખ્ય લક્ષણ છે. આનું કારણ એ છે કે મગજના રીસેપ્ટર કોષોની યોગ્ય કામગીરી માટે મેગ્નેશિયમ એક આવશ્યક પોષક તત્વ છે. મગજના રીસેપ્ટર્સ સીધા ઊંઘને નિયંત્રિત કરે છે. આવી સ્થિતિમાં, મેગ્નેશિયમની ઉણપને કારણે, જ્યારે રીસેપ્ટર કોશિકાઓ પ્રભાવિત થાય છે ત્યારે ઊંઘમાં વિક્ષેપ આવે છે. તેથી, ઊંઘની ગુણવત્તા સુધારવા માટે મેગ્નેશિયમ પૂરક જરૂરી છે. આ માટે, તમે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, સરસવના લીલાં શાકભાજી તેમજ કઠોળ, બદામ, બીજ અને આખા અનાજનો સમાવેશ કરી શકો છો.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.