Abtak Media Google News

‘દીકરાના ઘર વૃઘ્ધાશ્રમ’માં ઉજવાયો ‘હગ ડે’

પ્રેમમાં સ્પર્શનું મહત્વ વિશેષ છે: વિજાતીય સ્પર્શથી ઉદભવતા સ્પંદનો શરીરમાં રાસાયણિક પ્રક્રિયા થકી અદભુત અનુભૂતિ શરીર અનુભવે છે: બાળકને માતાના હગથી થતો અનુભવ હુંફાળો લાગે છે તો પિતાનો પુત્રીના માથા પરનો સ્નેહનો હાથ પ્રોત્સાહનનું સરોવર બને છે

આજે રંગીલા રાજકોટમાં હગ ડેનું સેલીબ્રેશન યુવા હૈયાઓ કર્યુ હતું. પ્રેમ મય રંગીલા રાજકોટનાં વાતાવરણમાં યુવક-યુવતિઓ વેલેન્ટાઇન વીકના સેલીબ્રેશન ડે વાઇઝ ઉજવણી પોતાના ગમતા પાત્રો સાથે કરી રહ્યા છે. ત્યારે આજે હગ ડે એ સ્પર્શ થકી એક મેકને જીવન સંગાથ  આપવાની વાતો કરી હતી.

અબતક ડીઝીટલ મીડીયા ના પ્લેટફોર્મ ઉપર લાઇવ હગડે સેલીબ્રેશન શહેરતથી દુર દિકરાના ઘર વૃઘ્ધાશ્રમ ખાતે કરવામાં આવેલ જેમાં ૫૬ વૃઘ્ધો સાથે ૮ કપલે પોતાના લગ્ન જીવન પ્રેમ, ખટ્ટ મીઠા પ્રસંગોની વાતો કરી હતી.

એકાંતમાં સહુવાસ મળે ત્યારે જીવન ખીલી ઉઠે છે. એકમેકનાં જીવન સથવારે માણસ જીવનની તમામ મુશ્કેલીમાંથી પણ બહાર નીકળીને સુખદ આનંદ માણી શકે છે.

વૃઘ્ધાશ્રમના વૃઘ્ધોએ જુનાગીતો માં ‘યહી વો જગા હે… યહી યે ફિઝા’ જેવા ગીતો સાથે દેવાલયમાં પુજન અર્ચન ની વાતો કરી હતી. એક કપલે હગડે સેલીબ્રેશન બધા જ વૃઘ્ધોની વડીલોની હાજરીમાં કરીને વેલેન્ટાઇન ડેને પરામર્થમાં પ્રેમ સાર્થક કર્યો હતો.વૃઘ્ધાશ્રમના વૃઘ્ધો- વડીલો મહિલાઓ એ પહેલાના જમાનાના લગ્ન જીવન પરિવાર પ્રેમમય સંબંધોની વાતો કરી હતી. તેવો આજે પણ આ ર૧મી સદીના વાતાવરણ શહેરથી દુર એકાંત વાતાવરણમાં સંસ્મરણો વાગોડીને જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે સર્વો વૃઘ્ધોએ અત્યારનાં યુવા વર્ગને તણાવ મુકત રહેવા ને પરિવારના દરેક સભ્ય સાથે પ્રેમમય સંબંધોની ભાવવાની વાતો કરી હતી.

જાદુઈ હગ ખુબજ અસરકારક હોય છે. જ્યારે તમારા પ્રિયતમ તમારાી નારાજ થાય ત્યારે તેને ગળે લગાવશો તો તરત જ માની જશે અને ફેસ પર સ્માઈલ આવી જશે. આ રોમેન્ટીક દિવસના દિવસે તમારા લવને હગ કરીને બધા દૂ:ખો અને શિકાયતો તમે દૂર કરી શકો છો, પ્રેમ સંબંધમાં આમ પણ હગનું ખુબજ મહત્વ હોય છે. ત્યારે જાતે જ બધુ ઠીક થવા લાગે છે. હગ તો બધા જ કપલ કરતા જ હોય છે પણ તેના વિશેષ દિવસે કરવામાં આવે તો તેની મજા જ કંઈક અલગ હોય છે. હગ ડે પણ વેલેન્ટાઈન વિકનો સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. હગ કરવાના સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ ફાયદા છે. જેમ કે આ કોઈ વ્યક્તિને પોતાની પરેશાનીઓથી છુટકારો અપાવે છે, મન હલકુ કરી નાખે છે. આ મનોવૈજ્ઞાનીક અને શારીરિક વિકાસ વધારવા પણ ઉપયોગી છે. હગ કરવાથી લોહીમાં કોર્ટીસોલન સ્તર, તનાવના હાર્મોનન્સ ઘટે છે અને પ્રતિરક્ષા તંત્રનું નિર્માણ કરી સઈ દિલની બીમારીથી બચાવે છે. એ સાબીત થઈ ચૂકયું છે કે, ફકત ૨૦ સેક્ધડના હગથી ઓકસીટોન હોર્મોનન્સનું સ્તર વધે છે અને તમને આમાં ખુબજ સુખ મળે છે. હગ કરવાથી વ્યક્તિ ખુબજ શાંત અને આરામ મહેસુસ કરે છે તો તમે પણ રૂઠેલા તમારા પ્રેમીને હગ કરીને તેમને સારૂ ફીલ કરાવી શકો છો. એકબીજાને ગળે લાગવાથી પ્રોબ્લેમ્સતો દૂર થાય  જ છે અને સાથે સાથે દિલો પણ એકબીજાની નજીક આવે છે. ખુશી હોય કે ગમ આપણે પોતાની ભાવનાને વ્યકત કરવા હગનો સહાલો લેતા જ હોઈએ છીએ.આજે હગ-ડેના દિવસે રોમેન્ટીક વાતાવરણમાં શહેરના યાજ્ઞિક રોડ, રીંગરોડ, તથા પ્રેમીઓની માલીતી હોટલોમાં વેન્ટાઈન ડેની વિવિધ ઉજવણી વાતો સાથે ગીતો ગાતા સેલ્ફી લેતા એકમેકને ગીફ્ટ આપતા જેવા દશયો શહેરની જોવા મળી રહ્યા છે કોલેજ આસપાસનું વાતાવરણ આજ સવારે થી રોમેન્ટીક બન્યુ હતું,

બે વ્યકિત વચ્ચેની ઉષ્માની અભિવ્યકિતનું માઘ્યમ એટલે કિસ

Happy Kiss Day Poster

કિસ ડેનું નામ સાંભળતા જ આપણી નજર સમક્ષ નકારાત્મક દ્રશ્યો ઉપસી આવે છે. પરંતુ ચુંબન એટલે બે વ્યકિત વચ્ચેની ઉષ્માની અભિવ્યકિતનું માઘ્યમ છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે જીવનનું પહેલું ચુંબન હંમેશા યાદ રહે છે. ઘોડીયામાં સુતેલા બાળકને મૉ ચુંબન પર કરે કે પછી પ્રેમિકા કરે બન્નેમાં લાગણીઓ છલકી છે. પ્રેમની અભિવ્યકિતનું માઘ્યમ ચુંબન છે.

લવ સોંગ્સ……

  • – જીંદગીભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત
  • – યહી વો જગા હે… યહી યે ફિઝાયે
  • – છુકર મેરે મન કો કિયા તુને ક્યાં ઈશારા
  • – સાીયા આજ મુજે નીંદ નહીં આયેગી
  • – જો વાદા કિયા હે નિભાના પડેગા
  • -યે વાદા કરો ચાંદ કે સામને
  • – યે રાતે… યે મોસમ… નદીકા કિનારા… યે ચંચલ હવા
  • -‘બાહો કે દરમિયાન દો પ્યાર મિલ રહે હૈ’
  • -દુરી ન રહે કોઈ આજ ઈતને કરીબ આઓ, મેં તુમ મેં સમા જાઉ, તુમ મુજ મેં સમા જાઓ…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.