સફરજન કાપવા જેવી નજીવી બાબતે પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ

શ્રદ્ધા હત્યા કેસની ઘટનાની આપને સૌ વાકેફ છીએ જેમાં આફતાબે શ્રદ્ધાના ૩૨ ટુકડા કરીને આલગ અલગ જગ્યાઓ પર નાખી દીધા હતા. આ ઘટનાના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા હતા. ત્યારે આવો જ કિસ્સો ગુજરાતમાં પણ આવ્યો છે જ્યાં નજીવી બાબતે પત્નીની કતારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના પુણા વિસ્તારની છે જ્યાં તારામ નગર સોસાયટી વિભાગ 3માં રહેતા ચંદ્રશેખર સદાનંદ શર્માએના તેની પત્ની સંગીતાને સફરજન કાપવાની નજીવી બાબતે પત્ની સાથે ઝઘડો થતા કાતર વડે 25 જેટલા ઘા ઝીકી હત્યા કરી હતી. આરોપી પત્નીની હત્યા કર્યા બાદ અમદવાદ, મુંબઈ, લખનઉ બનારસ, અયોધ્યા જગ્યાએ નાસ્તો ફરતો હતો. આખરે તે સુરત પોલીસના શકંજામાં આવ્યો છે અન્વે પોલીસે તેની ધરપકડ પણ કરી છે.

પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, “૦૫-૧૧-૨૦૨૨ ના રોજ સુમારે કારખાનેથી કામ પૂરું કરીને ઘરે આવ્યો હતો અને સવારે ઘરે સુતો હતો. સવારમાં તેની પત્ની ઘરનો દરવાજો બહારથી બંધ કરી કોઈની સાથે વાત કરતી હતી જે બાબતે પૂછવા જતા તેણી ઉગ્ર બની હતી અને હું કોઈની પણ સાથે વાત કરું તમારે શું તેમ કહ્યું હતું અને ઝઘડો થયો હતો. ત્યારબાદ સાંજના સમયે આરોપીની તબિયત સારી ના હોય તે દવાખાને ગયો હતો અને દવાખાનેથી દવા લઈને સફરજન લઈને ઘરે આવ્યો હતો અને પત્નીને સફરજન કાપીને આપવા જણાવ્યું હતું ત્યારે પત્નીએ સફરજન તથા ચપ્પુ આરોપી પર ફેકી જાતે કાપીને ખાઈ લો તેમ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રોષે ભરાઈ આરોપી પતિએ કાતરના ઉપરા છાપરી 25 જેટલા ઘા ઝીકી હત્યા કરી દીધી હતી.

પત્નીની બે રહેમીથી હત્યા કર્યા બાદ રતથી અમદાવાદ, અમદાવાદથી મુંબઈ, મુંબઈથી લખનઉ, અયોધ્યા અને બનારસ ભાગી ગયો હતો. ને આખરે પૈસા પુરા થઇ જતા,તે પરત સુરત આવ્યો હતો અને સુરતમાં તે ડીઆર વર્લ્ડ પાસે ફૂટપાથ પર બેઠો હતો ત્યાંથી જ પોલીસે તેને દબોચી લીધો હતો.