Abtak Media Google News
  • બાર એસોસિએશનના સન્માન સમારંભમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ ચંદ્રચુડે સેશન્સ જજ અને નાના આધિકારીઓ સમાનતાથી સંવાદ કરે તે જરૂરી ગણાવ્યું
  • આધૂનિક અને સમાન ન્યાયતંત્ર તરફ આગળ વધવુ પડશે: પરિવર્તન લાવવા માગતા હોય તો સૌ પ્રથમ જિલ્લા ન્યાય તંત્રનો ચહેરો બદલવો પડશે

જિલ્લા ન્યાયધિશો સામાન્ય કે ગૌણ જજ નથી તેઓએ ઉચ્ચ ન્યાયાલયના જસ્ટીશથી પ્રભાવિત થવાની જરૂર નથી ત્રાજવાના તોલે ન્યાયધિશ એ ન્યાયધિશ જ છે તેમ સુપ્રીમ કોર્ટના બાર એસોસિએનશન દ્વારા યોજાયેલા એક સન્માન સમારંભમાં સુપ્રીન કોર્ટના નવનિયુકત ચીફ જસ્ટીશ ડી.વાય.ચંદ્રચુડે જણાવ્યું છે.પ્રવર્તમાન સમયની માગ મુજબ ન્યાયતંત્રએ પણ આધૂનિક અને સમાન ન્યાયતંત્ર તરફ આગળ વધવું પડશે. પરિવર્તન લાવવા માગતા હોય તો સેશન્સ કોર્ટનો ચહેરો બદવો પડશે તેમ કહી તમામને સમાન અધિકાર માટે સમજ આપી હતી.

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીશ તરીકે તાજેતરમાં જ નિયુકત થયેલા ડી.વાય.ચંદ્રચુડના સન્માન સમારંભ સુપ્રીમ કોર્ટના વકીલ મંડળ દ્વારા યોજવામાં આવ્યો હતો ત્યારે તેઓએ ન્યાયતંત્રમાં રહેલી ઉંચ નીચની સંસ્કૃતિને મહત્વ આપવામાં આવે છે પરંતુ આ બાબત યોગ્ય નથી ન્યાયધિશ એ ન્યાયધિશ જ છે તે રીતે તમામે વર્તવુ જરૂરી છે.

ન્યાય તંત્રમાં રહેલા ઉંચ અને નીચ અધિકારીઓના પોટોકલને મહત્વ આપવામાં આવે છે જેમાં ઘણી જગ્યાએ હાઇકોર્ટના જસ્ટીશ લંચ કે ડીનર લેતા હોય ત્યારે સેશન્સ કોર્ટના જજ ઉભા રહી સન્માન આપતા હોય છે. તેવો પોતાનો અનુભવ વર્ણવી જણાવ્યુ હતું કે, હાઇકોર્ટ અને સેશન્સ કોર્ટના ન્યાયધિશ એક ટેબલ બેસી પોતાના અનુભવની આપ-લે કરે અને વિસ્તૃત ચર્ચા કરે તેવું તેઓએ ભાર પૂર્વક જણાવ્યું હતું. સેશન્સ જજના ન્યાયધિશને હાઇકોર્ટના ન્યાયધિશ વચ્ચે બેઠક યોજાય ત્યારે સેશન્સ કોર્ટના ન્યાયધિશ તેમના સિનિયર ન્યાધિશ તરીકે આદર આપી તેઓ સામે ખુરશી પર બેસવાની હિમત પણ કહતા નથી તેવી ઘટના ઘણી વખત જોવા મળે છે.

આવી બાબત પોતાની માનસિકતા બતાવી રહ્યા છે. આ બધી બાબતને બદલવી જરૂરી ગણાવી આધૂનિક અને સમાન ન્યાયતંત્ર માટે આગળ વધવુ પડશે તેમ કહ્યું હતું.જિલ્લા ન્યાયતંત્રની માળખાકીય સુવિધાઓ સુધારવા માટે એક મોટુ કાર્ય કરવું પડે, સાથે સાથે આપણે આપણી માનસિકતા પણ બદલવી પડશે હાઇકોર્ટના ન્યાયધિશો જિલ્લા ન્યાયતંત્રને કંઇ રીતે જોવે છે. જિલ્લા ન્યાયતંત્રને આપણે કેવી રીતે જોવુ જોઇએ અને તેને કેવી રીતે સમજવું જોઇએ તે ન્યાય પ્રણાલિકાનો મુખ્ય ભાગ છે તેમ સુપ્રીમ કોર્ટના નવ નિયુકત ચીફ જસ્ટીશ ડી.વાય.ચંદ્રચુડે જણાવ્યું હતું.

ક્રિયા-પ્રતિક્રિયા સમાનતાની ભાવના સાથે હોય છે. ન્યાયતંત્રમાં પેઢી ગઢ પરિવર્તન જરૂરી છે. જેમા વધુને વધુ યુવાનો જોડાઇ રહ્યા છે. ત્યારે જુની પેઢીના સેશન્સ જજ તેમની સાથે વાતચીત કરતા હતા ત્યારે તેઓ દરેક બીજા વાકયમાં ‘હાજી સર’ જેવા વિશેષણથી વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. નાના અધિકારીઓ સમાનતાના ધોરણે સનમાન આપે છે. આપણે આપણામાં પરિવર્તન લાવવા માગતા હોય તો આપણે સૌથી પહેલા જિલ્લા ન્યાયતંત્રનો ચહેરો બદલવો પડશે તેમ કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.