Abtak Media Google News

બાર એસોસિએશનની પ્રતિષ્ઠાભરી ચુટણીનો જંગમા એક્ટિવ પેનલ ના પ્રમુખ પદના ઉમેદવાર અને 108 ના નામથી જાણીતા બકુલભાઈ રાજાણી   ટીમ સાથે ’અબતક’ની મુલાકાતે આવેલા બકુલભાઈ રાજાણીએ જણાવ્યું હતું.વકીલ એટલે માત્ર અદાલતની પ્રક્રિયામાં જ લોકોને મદદરૂપ થાય એવું નથી વકીલ દરેક પરિસ્થિતિમાં મદદરૂપ થવાનો હામ રાખતો હોવો જોઈએ,  એક્ટિવ પેનલના મારા સહિતના તમામ સભ્યો ના મોબાઈલ 24 કલાક ચાલુ રહેશે.રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અહીં વકીલ અને વકીલાત ની સેવા હજારો લોકોની જરૂરિયાત રહે છે ત્યારે બાર એસોસિયેશન માં મારું નેતૃત્વ વકીલાતના વ્યવસાય માટે સ્વમાન, સફળતા અને સમાજ સેવાનો સાચો પર્યાય બની રહેવો જોઈએ વકીલ અને વકીલાત નો વ્યવસાય જી હજૂરી માટે નહીં પરંતુ સત્ય અને ન્યાયને ઉજાગર કરવા માટે અડગ હિમાલયની જેમ લડત આપનારો બનવો જોઈએ પ્રમુખ તરીકેની જવાબદારી લઈને મારે અને મારી પેનલ ને બાર એસોસિએશનના કાર્યક્ષેત્રમાં સત્ય ન્યાય અને સફળ બનાવવાનો મારો ઉદ્દેશ છે.

અબતક મીડિયા હાઉસની મુલાકાતે  આવેલી  એક્ટિવ પેનલની ટીમ સફળતા અને સમાજ સેવાનો સાચો પર્યાય બની રહેશે

એકટીવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણી (કાકા)   છેલ્લા 25 વર્ષથી વકીલાતની  પ્રેક્ટીસ કરે છે. બહુલ રાજાણીએ  આપબળે અને પોતાની  મહેનતથી આગળ આવેલા છે. હાલમાં બકુલ રાજાણીને કોર્ટ સંકુલમા અને વકીલ આલમમાં કાકા અને 108ની છાપ ધરાવે છે.  બકુલ રાજાણીએ 2001મા સ્વ. બળવંતસિંહ રાડોડ અને અશ્વિન ભટ્ટ સાથે મળીને જુનિયર બાર એસોસીએશનની સ્થાપના કરેલ. જેમાં પ્રમુખ તરીકે સૌ પ્રથમ જુનિયર એડવોકેટની  ડીકસ્નેરી બહાર પાદેલી હતી.જુનીયર વકીલની શરૂઆત કરતા બકુલ રાજાણી વેલફેર ફંડની કમીટી સ્વ. દફ્તરી  તથા સ્વ. અભયભાઈ ભાચાજ  સાથે મળીને વેલફેર કંડની સ્થાપના કરવા સહભાગી થઈ સૌથી મોટું  રૂા. 1,11,111 અનુદાન આપ્યું હતું.

જજો સાથે મળીને જુનિયર માટે વારંવાર લીગલ સેમીનાર યોજેલા,  2005મા  વકીલોનું હિત જળવાઈ રહે  પ્રશ્નોનો નિકાલ આવે તે માટે સૌરાષ્ટ્ર કચ્છ લોયર્સ ફેડરેશનની સ્થાપના કરેલી  સૌરાષ્ટ્ર કચ્છ લોયર્સ ફેડરેશન દ્વારા ધાર્મિક પ્રવાસનું વિનામુલ્યે આયોજન કરેલી. વિવિધ ધાર્મિક અને સામાજીક સંસ્થા સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે.પ્રમુખ તરીકે બહુલ રાજાણીના કાર્યકાળ દરમ્યાન સતત વકીલોના કોઈપણ પ્રશ્નનો નિકાલ લાવવા માટે હરહંમેશ પ્રયત્ન કરેલા અને કોરાના કાળમાં વકીલોને પડતી મુશ્કેલીમાં ખભે ખભા મીલાવીને કાર્ય કરેલ જેમા નવા કોર્ટ સંકુલમાં 8 માળની જગ્યાએ 5 માળનુ કરવા માટે સિની. વકીલોને સાથે રાખી ડિસ્ટ્રીકટ જજ  સાથે રાખીને હાઈકોર્ટના રૂબરૂ રજુઆત કરેલી છે.  ભૂમિ પુજન વખતે  હાઈકોર્ટના ચીફ જસ્ટીસ , સુપ્રિમ કોર્ટના જસ્ટીસ , મુખ્યમંત્રી, કાયદામંત્રી , ગૃહમંત્રી , ડિસ્ટ્રીકટ જજ  સાથે ભૂમિ પૂજન કર્યું હતું. નવા કોર્ટ સંકુલમાં વકીલોને બધી જ પ્રકારની સુવિધા મળે તે માટે તમામ પ્રયત્ન કરેલ.

મારવાડી કોલેજમાં 1150 વકીલોનો લીગલ સેમીનારનું આયોજન કરેલ. સિવીલ જજની પરીક્ષા માટે વકીલો માટે  જુદા જુદા  કાયદા વિષયક અને પરીક્ષા લક્ષી માર્ગદર્શન પુર પાડેલ હતું. તેમજ સતત 3 વર્ષ સુધી પ્રમુખ પદ ઉપર બકુલ રાજાણી રહેલ તે સમયે તેઓ વકીલોના હિતમાં લડાઈ લડી અને સિનિયર જુનિયર વકીલોમાં દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ઉપપ્રમુખ પદનાં ઉમેદવાર સિધ્ધરાજસિંહ જાડેજા

મુળ મોરબીનાં વતની અને રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી વકીલાતનાં વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર પ્રાણલાલ એમ. મહેતા સાથે સને-1995માં વકીલાતની શરૂઆત કરેલી છેલ્લા 25 વર્ષથી વધારે સમયથી વકીલાતનાં વ્યવસાયમાં જોડાયેલા છે. સિધ્ધરાજસિંહ કે. જાડેજા પ્રતિષ્ઠિત બાર એસોસીએશનમાં ‘કારોબારી સભ્ય’ થી લઈ વિવિધ હોદાઓ ઉપર આઠ વાર જંગી બહુમતિથી ચુંટાયેલા છે. બાર એસોસીએશન દ્વારા “લીગલ સેમીનાર” આયોજન કરી સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવેલ છે. બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે. અજાતસત્રુ તથા મિલનસાર સ્વભાવનાં લો-પ્રોફાઈલ વ્યક્તિ છે. હંમેશા બાર એસોસીએશન તથા વકીલોનાં હિતમાં કામગીરી કરે છે. એટલે જ તેમને 108 વકીલ મિત્રોમાં કહે છે. “બાપુ” નાં હુલામણા નામથી ઓળખાતા સિધ્ધરાજસિંહ કે. જાડેજા કોર્ટ પ્રીમાઈસીસમાં સતત 11 થી 6 હાજર રહી વકીલોની સમસ્યાઓ ઉકેલે છે. બેંકમાં “લીગલ એડવાઈઝર” તરીકે સેવા આપે છે. ગીરાસદાર ક્ષત્રીય સમાજમાં મોખરૂ સ્થાન ધરાવે છે, વિવિધ ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ સાથે જોડાઈ સેવાકીય પ્રવૃતિઓ કરે છે.

સેક્રેટરી પદના ઉમેદવાર સુમિત વોરા

વકિલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર સને-2008માં સ્વ.અભયભાઇ ભારદ્વાજની ઓફીસમાં જયદેવભાઇ શુક્લ સાથે રેવન્યુ, સીવીલ અને ક્રીમીનલ ક્ષેત્રે પ્રેક્ટીસની શરૂઆત કરેલી હતી. લાગણીસભર અને મીલનસાર સ્વભાવના અને હમેંશા સુમેળભર્યા વાતાવરણમાં કામ કરતા આવ્યા છે તેમજ બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે. પાટીદાર સમાજમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેઓ વિવિધ ધાર્મિક અને સામાજીક સંસ્થા સાથે જોડાઇને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે.

શીંગાળા નીતિન કારોબારી સભ્યપદ

વકિલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર  નિતીન કે. શિંગાળા   રેવન્યુ અને સીવીલ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહ્યા છે.  બાર એસોસીએશન દ્વારા આયોજીત તમામ કાર્યક્રમોમાં કુનેતપુર્વક પોતાની ફરજ બજાવી સફળતા પુર્વક પાર પાડેલ છે. તેઓ અનીલભાઈ ગજેરા, કાંતીલાલ ગીલોયા તથા સી.જી.રામાણી એડવોકેટ પાસેથી કાયદાનો અનુભવ મેળવેલ છે. નિતીન કે. શીંગાળા લાગણીસભર અને મીલનસાર સ્વભાવના અને હંમેશા સુમેળભર્યા. વાતાવરણમાં કામ કરતા આવ્યા છે  શ્રી ખોડલધામ લીંબલ સમીતીના રાજકોટ શહેર પુર્વના કનવીનર છે.

જોઇન્ટ સેક્રેટરી પદે કેતન મંડેએ ઉમેદવારી નોંધાવી

વકિલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર સને-2002માં સિનિયર એડવોકેટ આર.એમ.વારોતરીયા સાથે રેવન્યુ, સીવીલ અને ક્રીમીનલ ક્ષેત્રે પ્રેક્ટીસની શરૂઆત કરેલી હતી. લાગણીસભર અને મીલનસાર સ્વભાવના અને હમેંશા સુમેળભર્યા વાતાવરણમાં કામ કરતા આવ્યા છે તેમજ બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે.  તેઓ વિવિધ ધાર્મિક અને સામાજીક સંસ્થા સાથે જોડાઇને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. બાર એસોસિએશનમાં સફળતા પૂર્વક પોતાની જવાબદારી નિભાવી ચુકેલ છે. વકીલ વર્તુળમાં લોકચાહના ધરાવતા અને ખૂબ જ નાની વયમાં જો.સેક્રેટરી પદ માટે ચુંટણીમાં ઉમેદવારી નોંધાવતા વકીલોનો સહયોગ સાપડ્યો છે.

પોપટ કૌશિક કારોબારી સભ્યપદ

પોપટ કૌશિક ગુલાબરાય જાણીતા અને સીનીયર વકીલ પી.આર.દેસાઈ અને  એન.ડી.બુધ્ધદેવ  સાથે વકીલાતના વ્યવસાયમાં સને 2006 થી કાર્યરત છે.  ફોજદારી, સીવિલ, રેવન્યુ, અકસ્માત વળતર ટ્રીબ્યુનલ (ખઅઈઙ), મજુર અદાલત, ગ્રાહક સુરક્ષા, ફેમીલી કોર્ટમાં અને હાઇકોર્ટમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેઓ  સામાજીક અને  સેવાકીય સંસ્થાઓમાં માનદ સેવાઓ આપે છે.  જરૂરીયાતમંદ વ્યક્તિઓને નિશુલ્ક અને નિસ્વાર્થ પણે ન્યાયીક સેવાઓ આપી રહ્યા છે. તેમના સરળ અને નિસ્વાર્થ સ્વભાગથી વકીલ આલમમાં એક આગવી છાપ ધરાવે છે.

ટ્રેઝરર તરીકે દિવ્યેશ છગ ઉમેદવાર

વકિલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર સને-2001માં રેવન્યુ, સીવીલ અને ક્રીમીનલ ક્ષેત્રે પ્રેક્ટીસની શરૂઆત કરેલી હતી. લાગણીસભર અને મીલનસાર સ્વભાવના અને હમેંશા સુમેળભર્યા વાતાવરણમાં કામ કરતા આવ્યા છે તેમજ બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ વિવિધ ધાર્મિક અને સામાજીક સંસ્થા સાથે જોડાઇને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે. બાર એસોસિએશનમાં સફળતા પૂર્વક પોતાની જવાબદારી નિભાવી ચુકેલ છે. વકીલ વર્તુળમાં લોકચાહના ધરાવતા અને ખૂબ જ નાની વયમાં ટ્રેઝરર પદ માટે ચુંટણીમાં ઉમેદવારી નોંધાવતા વકીલોનો સહયોગ સાપડ્યો છે.

પિયુષ સખીયા કારોબારી સભ્યપદ

વકિલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર  પિયુષ જી. સખીયા બી.કોમ., એલ.એલ.બી  સુધીનો અભ્યાસ કરેલો છે. રેવન્યુ, સીવીલ તથા ક્રિમીનલ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે. પિયુષ જી. સખીયા  એસોસીએશનમાં વર્ષ 2021-22 ની ચુંટણીમાં બારના સભ્ય સભ્ય” પડે જંગી બહુમતિથી ચૂંટાયેલ છે   બાર એશોસીએશન દ્વારા આયોજીત તમામ કાર્યક્રમોમાં કુનેતપુર્વક પોતાની ફરજ બજાવી સફળતા પૂર્વક પાર પાડેલ છે.  દફતરી એસોસીએટસના ભાવિનભાઈ દફતરી, પથીકભાઈ દફતરી  પાસેથી અનુભવ મેળવેલા છે.

લાયબ્રેરી સેક્રેટરીમાં સંજય જોષીએ ઝંપલાવ્યું

વકિલાતના વ્યવસાયમાં જોડાઇ પોતાની આગવી ઓળખ ઉભી કરી સંજય જોષી ક્રિમીનલની પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. લાગણીસભર અને મીલનસાર સ્વભાવના અને હમેંશા સુમેળભર્યા વાતાવરણમાં કામ કરતા આવ્યા છે તેમજ બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે. બાર એસોસિએશનમાં સફળતા પૂર્વક પોતાની જવાબદારી નિભાવી ચુકેલ છે. વકીલ વર્તુળમાં લોકચાહના ધરાવતા અને ખૂબ જ નાની વયમાં લાયબ્રેરી સેક્રેટરી પદ માટે ચુંટણીમાં ઉમેદવારી નોંધાવતા વકીલોનો સહયોગ સાપડ્યો છે.

ચેતન વિઠ્ઠલાપરા કારોબારી સભ્યપદ

બાર એસોસિયેશનની ચૂંટણીમાં કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી કરનાર વકીલ  ચેતન વિઠ્ઠલાપરા ઇતભ, કક.ઇ, કકખ નો અભ્યાસક્રમ પૂરો કર્યા બાદ 2014 થી વકીલ વ્યવસાય સાથે જોડાયેલા છે,  બહોળું મિત્ર વર્ગ, મિલનસાર સ્વભાવના કારણે વકીલો ને મદદરૂપ થનાર, તેમજ જુનિયરીને કાયદાકીય  સહકાર માટે હંમેશા તત્પર હોય છે.  લો, કોલેજો કાયદા ના વિદ્યાર્થી ઓ ને સ્પીકર તરીકે માંગા આપના  ક્રિમિનલ, સિવિલ, ઉછઝ, ગઈકઝ, ઈઅઝ, તેમજ છઇ ટ્રેશનમાં, તેમજ વકીલાતના વ્યવસાયમાં  સારું એવું પ્રભુત્વ ધારે છે,   સામાજિક, સંપ્રાણિક ટ્રસ્ટીમાં, કાયદાકીય માહિતી આપી, સેવા આપે છે.

રીતેષ ટોપીયા કારોબારી સભ્યપદ

રાજકોટમાં વિકલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર  રીતેષ  ટોપીયા બી.કોમ., એલ.એલ.બી., સુધીનો અભ્યાસ કરેલો છે. રેવન્યુ અને સીવીલ ક્ષેત્રે પ્રેકટીસ કરી રહ્યા છે.  બાર એસોસીએશન દ્વારા આયોજીત તમામ કાર્યક્રમોમાં કુનેહપુર્વક  ફરજ બજાવી સફળતા પુર્વક પાર પાડેલ છે. શ્રી ખોડલધામ લીગલ સમીતીના રાજકોટ શહેર પુર્વના કનવીનર છે.  વિવિધ ધાર્મિક અને સામાજીક સંસ્થા સાથે જોડાઈને સેવાકીય પ્રવૃતિઓ કરતા આવ્યા છે તેમજ રેવન્યુ ભાર એસોસીએશનના કારોબારી સભ્ય છે

કારોબારીમાં ડાંગર વિમલકુમાર ઉમેદવારી નોંધાવી

વકિલાતના વ્યવસાયમાં 2009થી સિનિયર એડવોકેટર આર.એમ.વારોતરીયા સાથે જોડાઇ પોતાની આગવી ઓળખ ઉભી કરી ક્રિમીનલની પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. લાગણીસભર અને મીલનસાર સ્વભાવના અને હમેંશા સુમેળભર્યા વાતાવરણમાં કામ કરતા આવ્યા છે તેમજ બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે. આહિર વિચારીક ક્રાંતિ અને ગુજરાત આહિર કેળવણી મંડળ સહિતની સામાજીક અને ધાર્મિક સંસ્થાઓમાં કામગીરી કરે છે તેમજ ભાજપ લીગલ સેલ અને વોર્ડ નં.13માં ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.