Abtak Media Google News

વર્ષ 18/10/21નો પરિપત્ર રદ્ કરવા અને એડવોકેટને પડતી મુશ્કેલી સંદર્ભે ડિસ્ટ્રીક્ટ જજ અને હાઇકોર્ટને પત્ર લખવા છતા ઉકેલ નથી આવ્યા

બાર એસોશીએશનના પ્રમુખ લલીતસિંહ શાહીના વડપણ હેઠળ ગુરૂવારે જનરલ બોર્ડ બોલવાયું

રાજકોટ શહેરની અદાલતોમાં વકીલોને પડતી મુશ્કેલી અને તા.18/10/21નો પરિપત્ર રદ કરવા બાર એસોશીએશનની નવનિયુક્ત ટીમ દ્વારા ડિસ્ટ્રીક્ટ જજ અને યુનીટ જજને લખેલા પત્ર બાદ ઉકેલ નહી આવતા તા.21ને મંગળવારના રોજ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેશે અને તા.23ને ગુરૂવારે જનરલ બોર્ડ બોલાવવામાં આવશે. તેમ બાર એસોશીએશન દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુ વિગત મુજબ રાજકોટ ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા તા.18/10/21ના રોજ કરેલો પરિપત્ર રદ કરવા અને વકીલો સાથે વર્તન વ્યવહાર જળવાય રહે અને વકીલોને પડતી મુશ્કેલી અંગે બાર એસોશીએશન દ્વારા ડિસ્ટ્રીક્ટ જજ અને હાઇકોર્ટના યુનિટ જજને પત્ર લખી ઘટતું કરવા માંગ કરી હતી.

વકીલોના પ્રશ્ર્નો અનુસંધાને પગલા લેવાતા ન હોય હાઈકોર્ટ અને તંત્રનુ ધ્યાન દોરવા તારીખ 21ને મંગળવાર ના રોજ તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી વકીલોએ અલીપ્ત રહેવાનું ઠરાવવામા આવે છે. આ અંગે ભાવી પગલા માટે જનરલ બોર્ડ તા.-23ને ગુરૂવારના રોજ બપોરે 12-00 કલાકે બોલાવવાનું ઠરાવવામા આવેલું છે.

આ ઠરાવ ને રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ લલીતસિંહ જે. શાહી, પુર્વ પ્રમુખ અર્જુનભાઈ એસ. પટેલ, ઉપ પ્રમુખ એન. જે.પટેલ,સેક્રેટરી  દિલીપભાઈ એન. જોષી, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રસિંહ.એફ.રાણા, ટ્રેઝર2 કિશોરભાઈ આર. સખીયા, લાયબ્રેરી સેક્રેટરી જયદેવભાઈ જી.શુકલ, કારોબારી સભ્ય જીજ્ઞેશ એમ.જોષી, તુલસીદાસ બી. ગોંડલીયા,  મહર્ષીભાઈ સી. પંડયા, જયંતકુમાર વી. ગાંગાંણી, ગીરીશભાઈ કે. ભટ્ટ, જી.એલ.રામાણી, જી.આર.ઠાકર,  બીપીનભાઈ એચ.મહેતા, બીપીનભાઈ આર. કોટેચા અને રંજનબા ટી. રાણાએ સર્મથન આપેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.