Abtak Media Google News

રાજવી કાળમાં સાયકલથી કોઇ દુર્ધટનાના સર્જાય તે માટે જોગવાઇઓ સાથે આકરા નિયમો પણ ઘડાયા હતા

સરકાર દ્વારા વાહનોના લાયસન્સ, વીમા, હેલ્મેટ, પીયુસી વિગેરે આરટીઓના નિયમો કડક કરતા દેશભરમાં ઉહાપોહ મચી પહોંચી જવા પામ્યો છે જ્યારે સદી પહેલા પણ ગોંડલ રાજ્યમાં ખાનગી વાહનોના લાયસન્સ ફરજિયાત હતા અને તેનું ચુસ્ત પાલન પણ કરવા સાથે દંડ ની પણ જોગવાઈ હતી.ગોંડલ રાજવી મહારાજા સર ભગવતસિંહજી દુરંદેશી હતા લન્ડન જેવી સુવિધા તેઓએ ગોંડલમાં ઉભી કરી હતી રાજવીએ પ્રજાના હિતને ધ્યાને રાખી કડક કાયદાઓ પણ ઘડ્યા હતા જેમાં ખાનગી સાઇકલ નું લાઇસન્સ પણ આવી જાય છે આજકાલ ખાનગી સાઇકલનો લાયસન્સ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થવા પામ્યુ છે.

રાજવી કાળમાં ખાનગી લાયસન્સના કવર પેજ પર ગ્રામ પંચાયતનું નામ લખી આપવામાં આવતું હતું. જેના બીજા પેજ પર રજીસ્ટ્રેશન, સાઈકલ માલિકનું નામ, સરનામું અને ગ્રામપંચાયતના સરપંચના સહી સિક્કાઓ લગાવવા માં આવતા હતા. સાઈકલની વાર્ષિક ફી, લાયસન્સ તાજુ કરાવવાની તારીખ, મુદત પૂરી થયા તારીખ તેમજ રજીસ્ટર કરનારની સહીની કોલમો પણ દર્શાવવામાં આવતી હતી. આ ઉપરાંત લાઇસન્સ ના પછી ના પેજ પર સાઇકલ ની જાત, સાઇકલ ની સાઈઝ, સાઈકલ નો કલર અને સાઇકલના ફ્રેમ નંબર અને ગ્રામ પંચાયતનો સિક્કો લગાવવામાં આવતો હતો.

લાઇસન્સના છેલ્લા બે પેજમાં નિયમોમાં પણ લખાયા હતા જેમાં મુખ્યત્વે સૂર્યાસ્તથી સૂર્યોદય થતાં સુધી બતી રાખ્યા વિના વાહન ફેરવવું નહીં, વાહન ઉપર બેલ તથા બ્રેક બરાબર ઓર્ડર માં રાખવા તેમજ રસ્તાની ડાબી બાજુએ ચાલવાનું ધ્યાનમાં રાખવું જેનો ઉલ્લેખ કરાતો હતો. આ ઉપરાંત બાઈસીકલ પર જયારે જમણી બાજુ વળવાનું હોય ત્યારે પાછળ આવનારને ચેતવણી આપવા પોતાનો જમણો હાથ જમણી બાજુ સીધો લાંબો કરવો અને તે ઉભી રાખવી હોય તો કોણી ખંભાની પઘોરે રાખી હાથ ઉભો કરવો ફૂટપાથ ઉપર કે લોકોના જાનમાલની સલામતી જોખમાય તેવી ઝડપથી બાઈસીકલ ચલાવવી નહીં, બાઈસીકલ પર સવારી કરનારે પોલીસ કહે કે ઈશારો કરે તો તે ઉભી રાખવી, બાઈસીકલ ભાડે લઈ ફેરવવા જનાર ગુનો કરે તેનું નામ જણાવવા ની ફરજ ભાડે આપનાર ઉપર રહેશે. આ મુજબ ઉપર લખેલી કલમ વિરુદ્ધ વર્તન કરનાર સામે ન્યાયની અદાલતમાં ગુનો સાબિત થયે રૂપિયા પાંચનો દંડ થશે તેવું પણ જણાવવામાં આવતું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.