મંગળવારે 13 કલાક 14 મિનિટ અને 11 સેકન્ડની લાંબી રાત

વર્ષની સૌથી લાંબામાં લાંબી રાત્રી

પૃથ્વી ઝુકેલી હોવાના કારણે દિવસ-રાતમાં લાંબા-ટુકા: ભારત જન વિજ્ઞાન જાથા

 

અબતક,રાજકોટ

મંગળવાર 21 ડિસેમ્બરે રાત લાંબી અને દિવસ ટૂંકાનો લોકો અનુભવ કરશે. પૃથ્વી 23.5 અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ – રાતમાં લાંબા – ટૂંકા , ફેરફાર અને ઋતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી ઉત્તરાયણ કહેવામાં આવ છે . પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ – રાત 12-12 કલાકની બને છે . મંગળવારે રાજકોટમાં 13 કલાક અને 14 મિનિટ 11 સેક્ધડ તથા જુનાગઢમાં 13 કલાક 11 મિનિટ 5 સેક્ધડની સૌથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે . ભારત જન વિજ્ઞાન જાથા લોકોને દિવસ – રાતના સામાન્ય ફેરફારોનો અનુભવ કરવા અપીલ કરવામાં આવી છે .

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજકોટમાં રાત્રિ 13 કલાક 14 મિનિટ 11 સેક્ધડ , સુરતમાં રાત્રિ 13 કલાક 13 મિનિટ 25 સેક્ધડ , જુનાગઢમાં રાત્રિ 13 કલાક 11 મિનિટ 5 સેક્ધડ , દ્વારકામાં રાત્રિ 13 કલાક 13 મિનિટ 59 સેક્ધડ , અમદાવાદમાં 13 કલાક 17 મિનિટ 11 સેક્ધડ , મુંબઈમાં રાત્રિ 13 કલાક 01 મિનિટ 27 સેક્ધડ , ઉજ્જૈનમાં રાત્રિ 13 કલાક 36 મિનિટ , 07 સેક્ધડ , દિબ્રુગઢમાં રાત્રિ 13 કલાક 36 મિનિટ 07 સેક્ધડ , કાશ્મીરમાં રાત્રિ 13 કલાક 43 મિનિટ 56 સેક્ધડ , ક્ધયાકુમારીમાં રાત્રી 12 કલાક 21 મિનિટ 09 સેક્ધડ લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે . ત્યાર બાદ તા . 22 બુધવારથી રાત્રી ક્રમશ: ટૂંકી અને દિવસ ક્રમશ: લાંબો થશે . પૃથ્વીનો ઝુકાવ સૂર્યને પરિભ્રમણ ગતિ , સૂર્ય હોય છે તો દક્ષિણ ગોળાર્ધમાં પણ તે પૃથ્વી તરફ ગતિ કરે છે . નાના – મોટા શહેરોમાં સામાન્ય મિનિટોનો તફાવત જોવા મળે છે. વધુમાં પડયાએ જણાવ્યું કે સૂર્ય તેના આકાશના વિચરણમાં ઉત્તર ગોળાર્ધમાં 23.5 અક્ષાશ સુધી જ જાય છે અને પછી ત્યાંથી પાછો ફરે છે . તે 23.5 અંશ ઉત્તર અક્ષાશને ઓળંગતો નથી . પૃથ્વી પર 23.5 ઉત્તર અક્ષાશને કર્કવૃત્ત કહે છે . પૃથ્વી પરના 23.5 દક્ષિણ અક્ષાંશને મકરવૃત્ત કહે છે વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે પૃથ્વીની 23.5 અંશે ઝુકેલી ધરીને કારણે પૃથ્વી પર ઋતુઓ ઉત્પન્ન થાય છે અને ધ્રુવ પ્રદેશો પર છ — છ મહિનાના દિવસ અને રાત થાય છે . પૃથ્વીના ગોળા પર ઊંચે અક્ષાશે જે બારે માસ ઠંડી રહે છે ત્યાં બારેય માસ બરફ છવાયેલો રહે છે. વિશેષ માહિતી માટે મો. 98252 16689 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.