Abtak Media Google News

મહારાષ્ટ્રના વેપારી પાસેથી રાજકોટના એક શખ્સે નકલી નામ ધારણ કરી રૂ.1.89 લાખના લીલા વટાણા મંગાવી જુના માર્કેટયાર્ડમાં માલ ઉતારી પેમેન્ટ આપવા સમયે હાથ ઊંચા કરી દેતા મહારાષ્ટ્રના વેપારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ બારોટ દ્વારા ગુનો નોંધી આરોપીની ઓળખ મેળવી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જૂના માર્કેટયાર્ડમાં માલ ઉતારી પૈસા આપવા સમયે મોબાઇલ સ્વીચ ઓફ કરી નાખ્યો

વિગતો મુજબ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના શાકી ગામે રહેતા શાકભાજીના વેપારી નિર્મળ ગાંગુડે (43) એ ડિવિઝન પોલીસમાં રાજકોટના ભાવેશ પટેલ નામ ધારણ કરનાર ગઠીયાએ 2 ટન લીલા વટાણા મંગાવી રૂા.1.80 લાખની છેતરપીંડી કર્યાની બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં નિર્મળભાઈએ જણાવ્યું છે કે તે શાકી ગામ નજીક નેશનલ હાઈવે પર સાંઈરામ ટ્રેડીંગ નામથી શાકભાજીનો વેપાર કરે છે. ગઈ તા.29નાં રોજ ઘરે હતા ત્યારે એક કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ પોતાનું નામ ભાવેશ પટેલ જણાવી, રાજકોટથી વાત કરતો હોવાનું કહ્યું હતું.

એટલું જ નહીં રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં ગાયત્રી વેજીટેબલ નામની પેઢી હોવાનું જણાવી 2 ટન લીલા વટાણા ખરીદવાની વાત કરી હતી.જેને પોતે ઓળખતા નહીં હોવાનું કહેતા ત્રણ-ચાર વખત કોલ કરી પોતાની પેઢીનું કાર્ડ મોકલી વિશ્વાસમાં લઈ 2 ટન લીલા વટાણા મંગાવ્યા હતા. જે મળી ગયા બાદ આંગડીયા મારફત રૂા.1.80 લાખનું પેમેન્ટ કરવાની ખાતરી આપી હતી. જેથી તેણે 2 ટન લીલા વટાણા ટ્રકમાં મોકલી દીધા હતા. ટ્રક ચાલક જૂના માર્કેટીંગ યાર્ડે પહોંચતા એક શખ્સ પોતે ભાવેશનો માણસ હોવાનું જણાવી માલ ગંગા ટ્રેડીંગ નામની પેઢી ખાતે ઉતરાવી દીધો હતો. એટલું જ નહીં રૂા.6 હજારનું ભાડું ચૂકવી દીધું હતું.

ત્યારબાદ તેણે પેમેન્ટ માટે ભાવેશને કોલ કરતા થોડી વારમાં પેમેન્ટ કરી આપશે તેમ જણાવી પેમેન્ટ કર્યું ન હતું.આ પછી બંને મોબાઈલ નંબર બંધ કરી દીધા હતા. આખરે તેણે પોતાના પરિચીત મારફત જૂના માર્કેટીંગ યાર્ડમાં ભાવેશ પટેલની ગાયત્રી વેજીટેબલ નામની પેઢી બાબતે તપાસ કરાવતા આ નામના શખ્સની કોઈ પેઢી નહીં હોવાનું જાણવા મળ્યું હતું.જેથી ગંગા ટ્રેડીંગમાં માલ ઉતાર્યો હોવાથી ત્યાં તપાસ કરાવતા 2 ટન લીલા વટાણાનો માલ ખરીદ કર્યાનું અને તેનું પેમેન્ટ સમયે હાથઉચો કરી દેતા પોલીસે ભાવેશ પટેલ નામ શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.