• શાપર પોલીસે 19 જયારે પડધરી પોલીસે 4 જેટલાં મોબાઈલ સીઈઆઈઆર પોર્ટલની મદદથી શોધી કાઢ્યા

ગ્રામ્ય પોલીસે રૂ. 3.57 લાખની કિંમતના અલગ અલગ 23 જેટલાં ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત આપ્યા છે. સીઈઆઈઆર પોર્ટલના ઉપયોગથી આ મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે.

મોબાઈલ ચોરી કે ગુમ થઇ જવાની ઘટનાઓ છાસવારે સામે આવતી હોય છે. ત્યારે પ્રથમ કિસ્સામાં શાપર પોલીસે સીઈઆઈઆર પોર્ટલના ઉપયોગથી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા રૂ. 2,77,025ની કિંમતના 19 મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત અપાવ્યા છે. મોબાઈલ પરત મળતા અરજદારોએ પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

બીજા બનાવમાં પડધરી પોલીસે સીઈઆઈઆર પોર્ટલની મદદથી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા રૂ. 80,496 ની કિંમતના કુલ 4 મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત આપ્યા છે.

બંને પોલીસ સ્ટેશન દ્વારા કુલ રૂ. 3,57,521 ની કિંમતના કુલ 23 મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત અપાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.