Abtak Media Google News

અબતક,રાજકોટ

શહેરના રેલનગર પાસે આવેલા છત્રપતિ ટાઉનસીપ પાસેથી રૂા.70 હજારની કિંમતના 7 ગ્રામ મેફેડ્રોન સાથે મુળ કચ્છના શખ્સને એસઓજી સ્ટાફે ઝડપી લીધો છે. મેફેડ્રોન ડ્રગ્સ કયાંથી લાવ્યો અને કોને આપવાનું હતું તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

7 ગ્રામ ડ્રગ્સ કબ્જે: સોમનાથ વેરાવળથી લાવ્યાની કેફિયત: અન્ય લોકોની પણ સંડોવણી હોવાની શંકા

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત મુજબ મુળ કચ્છના માંડવી તાલુકાના ગુંદીયારી ગામના વતની અને રેલનગર પાસે છત્રપતિ ટાઉનશીપમાં રહેતા મુસ્તાક અબ્દુલ ઘીસોરા નામના શખ્સ પાસે ડ્રગ્સ હોવાની બાતમીના આધારે એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, પીએસ.આઇ. ટી.બી. પંડયા, હેડ કોન્સ્ટેબલ મોહિતસિંહ જાડેજા, હિતેશભાઇ પરમાર, રણછોડભાઇ આલ અને કૃષ્ણદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે રૂા.70 હજારની કિંમતના 7 ગ્રામ મેફેડ્રોન સાથે ધરપકડ કરી છે.

મુસ્તાક ઘીસોરાનો કોરોના રિપોર્ટ કરાયા બાદ તે ડ્રગ્સ કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરવામાં આવી છે. પ્ર.નગર પી.એસ. આઇ. બોરીસાગરે વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી તપાસ કરાવતા મુસ્તાક પાસેથી મળેલો પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું. પોલસે મુસ્તાક પાસેથી રૂ.70 હજારનું 7 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી મુસ્તાકને સકંજામાં લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.