Abtak Media Google News

શિયાળાના મહિનાઓમાં દિવસના કલાકોમાં પરિવર્તન આવે છે, આ પરિવર્તનને કારણે કોર્ટિસોલ જેવા હોર્મોન્સનું સંતુલન પણ બગડે છે, જેનાથી હૃદય પર વધારાનું દબાણ આવે છે. ઠંડા તાપમાનને કારણે ધમનીઓ કઠણ બને છે, લોહીનો પ્રવાહ અવરોધે છે. આ હૃદયને ઓક્સિજન સપ્લાય ઘટાડે છે અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. તેવું નિષ્ણાંતનું કહેવું છે. ત્યારે રાજ્યમાં ઠંડીના કારણે ૨ વિદ્યાર્થીના મોત નીપજ્ય હોવાની આશંકા છે.

 

રાજકોટમાં ઠંડીએ બાળકીનો જીવ લીધો ??

Screenshot 9 9

રાજકોટ શહેરના ઢેબર રોડ પર રહેતી અને ગોંડલ રોડ પર એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગર 17 જાન્યુઆરીની સવારે 7.10ની આસપાસ સ્કૂલ-વેનમાં બેસી પોતાની સ્કૂલે ગઈ હતી. 7.30ની આસપાસ સ્કૂલે પહોંચીને તેણે પ્રાર્થનાખડમાં પ્રાર્થના કરી હતી. બાદમાં ધોરણ 8માં ક્લાસમાં પ્રવેશ્યા બાદ રિયાને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ-સંચાલકોએ 108ને જાણ કરી હતી. સ્કૂલ-સંચાલકોએ તાકીદે સ્કૂલ-વેનમાં દોશી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં સગીરાનું મોત નીપજ્યાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

વલસાડમાં ચાલતા-ચાલતા વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો

Screenshot 8 10

વલસાડની જેપી શ્રોફ આર્ટ્સ કોલેજમાં આજ રોજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો જેમાં વ્યક્તિ મિત્રો સાથે ચાલીને જઈ રહેલો વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો હતો. વિદ્યાર્થીના મોતની સમગ્ર ઘટના કોલેજના સીસીટીવીમાં કેદ થઈ હતી. હસતા-ખેલતા 19 વર્ષીય યુવકનું અચાનક મોત થતાં પરિવારજનો આક્રંદ છવાયો છે. હાલ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે અને શિયાળામની મોસમમાં હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે ત્યારે પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનું મોત હાર્ટ-એટેકને કારણે થયું હોવાની આશંકા છે.

સવારે જોખમ વધુ!!!

સવારે બ્લડ પ્રેશર વધવાના કારણે મોટાભાગના લોકોને હાર્ટ એટેક અથવા સ્ટ્રોક આવે છે. શિયાળાના વહેલા અંધકારને કારણે લોકો તેમના મોટાભાગના કામ સવારે વહેલા કરે છે. પ્રવૃત્તિઓના સમયમાં બદલાવને કારણે તેની અસર શરીર પર પણ પડે છે, જેના કારણે હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર વધે છે અને હોર્મોન્સ પણ બદલાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.