Abtak Media Google News

13,338 બોટલ કબ્જે:  કચ્છનો શખ્સ રાજયવ્યાપી ડ્રગ્સનો કારોબાર ચલાવતો હોવાનો ઘટ્ટસ્ફોટ

રૂ.23 લાખની કિમતનું ડ્રગ્સ કબ્જે: ડ્રગ્સનું લાયસન્સ રદ થયું હોવા છતાં વેચાણ કરતો હોવાનું એસઓજીની તપાસમાં ખુલ્યું

રાજયમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 4 હજાર કરોડથી વધુ કિંમતનો ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયા છે. ત્યારે ડ્રગ્સ માફિયા યુવા ધનનો બરબાદ કરવા અવનવા કિમીયા શોધી કાઢતા હોય છે. તેમ શહેરના રૈયા રોડ પર આવેલા અમૃત પાર્કમાંથી રુા.27 લાખની કિંમતની 13,338 બોટલ ડ્રગ્સ જેવો નશો થાય તેવા કફ શિરફ સાથે એક શખ્સને ઝડપી લીધા બાદ પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં પ્રતિબંધિત કફ શિરફનું નેટવર્ક સમગ્ર રાજયવ્યાપી હોવાનું બહાર આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શિતલ પાર્ક પાસે હિમતનગરમાં રહેતા મિતેશપરી રાજેન્દ્રપરી ગૌસાઇ નામનો શખ્સ રૈયા રોડ પર અમૃત પાર્કમાં ગોડાઉન ભાડે રાખી ડોકટરની સલાહ અઅને પ્રિપ્કીપશન વિના વેચાણ કરી શકાય તેવા કફ શિરફનું અન અધિકૃત રીતે વેચાણ કરતો હોવાની બાતમીના આધારે એસઓજી પીઆઇ જે.ડી.ઝાલા, એએસઆઇ ડી.બી.ખેર, વિરમભાઇ ઘગલ, કિશોરભાઇ ઘુઘલ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અરુણભાઇ બાંભણીયા અને કૃષ્ણસિંહ જાડેજા સહિતના સ્ટાફે અમૃત પાર્કમાં દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન રુા.27 લાખની કિંમતની 13,338 બોટલ કફ શિરફ મળી આવ્યો હતો. પોલીસે એફએસએફ પાસે પરિક્ષણ કરાવવામાં આવતા ડોકટર હેવી ડોઝ તરીકે આ કફ શિરફ લેવાની સલાહ આપતા હોય છે. આ પ્રકારના કફ શિરફથી અફિણ જેવો નશો થતો હોવાથી કફ શિરફના સ્ટોક મેઇન્ટન કરવો પડે છે. તેમજ જરુરી ડ્રગ્સ અંગે લાયસન્સ લેવું પડે છે. તેવું બહાર આવ્યું હતું.

મિતેશપરી ગૌસાઇની પૂછપરછ દરમિયાન તેના બનેવી સમીર આદિપુરમાં રહે છે તેને જ રૈયા રોડ પર પટેલનું મકાન ભાડે રાખી ડ્રગ્સ જેવો નશો થઇ શકે તેવા કફ શિરફનો જથ્થો મોકલાવ્યો હોવાનું અને તે આ પહેલાં 450 બોટલ કફ શિરફ સાથે સાણંદ ખાતે કડાયો હોવાની કબુલાત આપી છે. સમીર કચ્છ, રાજકોટ અને સાણંદ ખાતે  વેચાણ કરતો હોવાનું તેમજ રાજકોટમાં બે માસ પહેલાં 13,338 બોટલ કફ શિરફ મોકલ્યાનું બહાર આવ્યું છે.

પોલીસે કબ્જે કરેલું ડ્રગ્સ જેવો નશો થાય તેવા કફ શિરફ હિમાચલ પ્રદેશની ફાર્મા કંપનીમાંથી આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સમીર ગૌસ્વામીએ કફ શિરફના વેચાણ માટે મવડી વિસ્તારમાં ઓફિસ હોવાનું અને તેની પત્ની અપેક્ષાના નામે લાયસન્સ લીધુ હતુ આ અંગે ડ્રગ્સ અને ઔષધ નિયમનના ઇન્સ્પેકટર દ્વારા તપાસ કરવા મવડી ખાતેની ઓફિસે ગયા ત્યારે તે ઓફિસ બંધ હોવાથી અપેક્ષાનું લાયસન્સ રદ કરી નાખવામાં આવ્યું હોવા છતાં તે હિમાચલ પ્રદેશથી કફ શિરફ મગાવી સમગ્ર રાજયમાં વેચાણ કરતો હોવાનું અને આ પ્રકારનો નશો એક વખત કર્યા બાદ તેની ટેવ પડી જતી હોય છે. જેથી આ કફ શિરફ ડોકટરના પ્રિપ્કેશન વિના વેચાણ કરવાની મનાઇ હોવા છતા સમીર ગૌસ્વામી અને મિતેશપરી કરી રહ્યા છે. સમીર ગૌસ્વામી ઝડપાયા બાદ હિમાચલ પ્રદેશથી કંઇ રીતે કફ શિરફ મગાવતો તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.