Abtak Media Google News

ગાંજાનો જથ્થો મોબાઈલ અને  રોકડ મળી કુલ રૂ. 67 હજારનો મુદામાલ કબ્જે

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ લૂંટ, ચોરી સહિતના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ઉપરોકત યુવાધન હાલ ડ્રગ્સના રવાડે ચડયું હોવાથી તેના સપ્લાયરો પર પોલીસેલાલ આંખ કરી છે.ત્યારે  લોકલ ક્રાઈમ બ્રાંચ ઝોન 1ની ટીમે ગઈકાલે  80 ફઊટ રોડ પાસેથી એક વિહારી શખ્સને   6.220 કિ.ગ્રા ગાંજાના જથ્થા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ એલ.સી.બી.ની ટીમને મળેલી બાતમી આધારે  80 ફૂટ રોડ પર  કિસ્ટલ સીટી 2 સામે દરોડો પાડી ગાંજાના  6.220 કિ.ગ્રા જથ્થા સાથે  બિહારના અનીરા સત્યનારાયણ યાદવ નામના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી ગાંજાનો  જથ્થો મોબાઈલ  અને રોકડ મળી કુલ રૂ. 67 હજારનો મુદામાલ કબ્જે કરી તે ગાંજો કયાથી લાવી કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.