Abtak Media Google News

જબ ચીડીયા ચુગ ગઈ ખેત

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં રચાયેલી પક્ષના ૧૭ વરિષ્ઠ પદાધિકારીઓની સમિતિ આ બેઠક કોંગ્રેસના હારના કારણો શોધવાના પ્રયાસો કરશે

પાંચ દાયકા સુધી દેશના રાજકારણમાં એકચક્રી શાસન કરનારી દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસની હાલત સતત કડી રહી છે. પક્ષમાં આંતરિક શિસ્તના અભાવ, વ્યાપક બનેલી જુથબંધી, કાર્યકરોમાં યોગ્ય નેતૃત્વના અભાવે નેતા બનવાની ઘેલશા છેલ્લા એક દાયકાથી કોંગ્રેસને વિવિધ ચૂંટણીઓમાં સતત પછડાટ મળી રહી છે. આજે મહારાષ્ટ્ર અને હરિયાણા બે રાજયોમાં મત ગણતરી યોજાનારી છે. જેમાં બન્ને રાજયોમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળવાની તમામ એકઝીટ પોલોએ સંભાવના દર્શાવે છે. ત્યારે પરિણામો બાદ હારનું પોસ્ટ મોર્ટમ કરવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ ૨૫મીએ એક બેઠક બોલાવી છે.

Advertisement

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મતદાન પછીના માહોલ અને અન્ય મહત્વના રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ૧૭ સભ્યોની જૂથની રચના કરી છે.  પેનલની પ્રથમ બેઠક ૨૫ ઓકટોબરના રોજ યોજાશે. આજે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ આ બેઠક મળશે. આ બેઠકનું નેતૃત્વ સોનિયા ગાંધી કરશે અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ, રાહુલ ગાંધી, અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, એકે એન્ટની, મલ્લિકાર્જુન ખાર્ગે, આનંદ શર્મા, જયરામ રમેશ, અંબિકા સોની, કપિલ સિબ્બલ, કેસી  વેણુગોપાલ અને અધિર રંજન ચૌધરી સહિતના વરિષ્ટ આગેવાનો ભાગ લેશે.

જો કે, પૂર્વ ઉત્તર પ્રદેશ માટે એઆઈસીસીના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા મુખ્ય જૂથમાં નથી, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.  આસામમાં મોટી સંખ્યામાં નાગરિકોને છોડી દેવામાં આવ્યા બાદ આ પક્ષ અસમના મુખ્ય મુદ્દા એવા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી) પર પણ ચર્ચા કરશે.  કેટલાક યુવા નેતાઓ કે જેઓ પણ મુખ્ય જૂથનો ભાગ છે, તેમાં રણદીપસિંહ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજીવ સાતવ અને સુષ્મિતા દેવનો સમાવેશ થાય છે.

મોદી સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા કોંગ્રેસ પાંચમીએ દેશવ્યાપી દેખાવો કરશે

બેરોજગારી, અભૂતપૂર્વ આર્થિક મંદી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો, બેંકિંગ સિસ્ટમનો પતન અને ખેડૂતોની તકલીફ જેવા મુદ્દાઓને ઉજાગર કરવા માટે કોંગ્રેસ ૫ નવેમ્બરથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું કે વિરોધ પ્રદર્શન સામાન્ય લોકોની દુર્દશાને ઉજાગર કરશે. કેન્દ્રમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી એનડીએ સરકારની લોક વિરોધી આર્થિક નીતિઓ અને નિર્ણયો સામે પક્ષ વિરોધ પ્રદર્શન કરશે.

વેણુગોપાલે વધુમાં જણાવ્યું હતું કે,  દેશભરમાં વિરોધ પ્રદર્શન જિલ્લા કક્ષાએ અને રાજ્યના તમામ રાજધાનીઓમાં ૧લી નવેમ્બર સુધી યોજવામાં આવશે અને નવી દિલ્હીમાં સરકાર વિરુદ્ધ એક વિશાળ રેલી સાથે સમાપન કરવામાં આવશે, એમ વેણુગોપાલે જણાવ્યું હતું.૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ વરિષ્ઠ નેતાઓ સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતાવાળી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કાર્યક્રમનું અગાઉનું સમયપત્રક ૧૫ થી ૨૫ ઓક્ટોબરની વચ્ચે યોજવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.