Abtak Media Google News

ગીર ગૌ જતન સંસ્થાન, વોરા કોટડા રોડ ખાતે યજ્ઞ યોજાશે: ગત વર્ષે આ યજ્ઞમાં ભાગ લેનાર આઠ નિ:સંતાન દંપતિને સંતાનની પ્રાપ્તિ: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

ગોંડલનાં આંગણે સતત તૃતીય વર્ષે ગૌમાતાના સાનિઘ્યે ધન્વતરી યજ્ઞ સમિતિનાં મુખ્ય સંયોજકો ગોપાલભાઈ ભુવા, રમેશભાઈ રૂપારેલિયા, નિર્મળસિંહ ઝાલા, હિતેશભાઈ દવે, હર્ષદભાઈ રામોલીયા, અશ્વીનભાઈ સોરઠીયા અને સહયોગી સંસ્થાઓ દ્વારા ૧૧ કુંડી ધન્વતરી મહાયાગ યજ્ઞનું સમગ્ર જીવસૃષ્ટિનાં કલ્યાણનાં મનોકામના સાથે પ્રકાંડ પંડિત યજ્ઞાચાર્ય આચાર્ય શાસ્ત્રી પૂ.મહેશભાઈ રાવલના વ્યાસાસને સંપૂર્ણપણે વેદ પુરાણ અને ઋષિ મહર્ષિનાં વિધિવિધાન મુજબ તા.૨૫/૧૦/૨૦૧૯ને શુક્રવારે ધનતેરસનાં પવિત્ર પર્વ દિવસે સવારે ૫:૦૦ વાગ્યાથી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન ગીર ગૌ જતન સંસ્થાન વોરા કોટડા રોડ શીતળા માતાના મંદિર સામે ગોંડલ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

Dsc 8694

આ ધન્વન્તરી મહાયાગ યજ્ઞ ખાસ દિવ્યાંગ માનસિક તેમજ શારીરિક અને નિ:સંતાન દંપતી ઉપરાંત અસાઘ્ય રોગથી પીડિત લોકોને ખુબ જ ફાયદાકારક અને ઉપયોગી હોય તેમને લાભ લેવો જોઈએ. ધનતેરસના શુભ દિવસે આ મહાયાગ યજ્ઞ આયોજનમાં સામેલ થનાર તમામ નાના મોટા વ્યકિતઓને દેવતાઓ અને મહર્ષિઓની શાશ્વત ઉર્જાનાં તરંગો ગ્રહણ થઈ આયુષ્ય આરોગ્ય અને બુદ્ધિ પ્રતિભા અભિવૃદ્ધિકારક અસરો થાય છે અને ગૌમાતાના સાનિઘ્ય અને સંપૂર્ણપણે ઋષિ પરંપરા અનુસાર પવિત્ર દ્રવ્યોની આહુતિ આપવા સાથે કિમતી ઔષધોની આહુતિથી સમસ્ત રોગથી મુકિત પ્રાપ્તિ થાય છે. પશુ, પક્ષી, પ્રાણી અને સમસ્ત માનવ જાતના ઉપકારક કલ્યાણકારી એવા ધન્વતરી યજ્ઞનાં આ આયોજનમાં ગોંડલની વિવિધ સેવાભાવી સંસ્થાઓ પોતાનો સહયોગ આપી રહેલ છે. જેમાં ગીર ગૌજતન સંસ્થાન ગોંડલ, એશિયાટીક એન્જીનીયરીંગ કોલેજ ગોંડલ, આરોગ્ય ભારતી ગોંડલ, વન યુવક મંડળ ગોંડલ સહિત વિનયભાઈ રાખોલીયા, રોહિતસિંહ ચુડાસમા સહિતના સર્વે આર્થિક, શારીરિક અને માનસિક સહયોગ કરી રહેલ છે.

ગત બે વર્ષ દરમ્યાન આયોજીત ધન્વતરી મહાયાગ યજ્ઞમાં ભાગ લેનાર આઠ નિ:સંતાન દંપતિને સંતાન પ્રાપ્તિ થયેલ છે. માનસિક દિવ્યાંગ બાળકોને વિશિષ્ટ લાભ પ્રાપ્ત થયેલ છે. તેમજ યજ્ઞનો લાભ લેનાર વ્યકિતઓને આરોગ્ય, આયુષ્ય અને બુદ્ધિવર્ધક લાભ પ્રાપ્ત થયેલ છે. જે યજ્ઞની વિશિષ્ટ ફલશ્રુતિ છે. જીવ માત્ર અને આરોગ્યનાં કલ્યાણ માટેનાં આ તૃતીય મહાયાગ યજ્ઞનાં આયોજનને સફળ બનાવવા રમેશભાઈ રૂપારેલીયા, ગોપાલભાઈ ભુવા, નિર્મળસિંહ ઝાલા, વિનયભાઈ રાખોલીયા, અશ્વીનભાઈ સોરઠીયા, ગીરીશભાઈ યાદવ, હર્ષદભાઈ રામોલીયા, રોહિતસિંહ ચુડાસમા, પીન્ટુભાઈ ભોજાણી, અશોકભાઈ જાની, હિતેશભાઈ દવે વગેરેએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.  ધન્વતરી યજ્ઞ સમિતિ ગોંડલની ટીમ જહેમત ઉઠાવી રહેલ છે. આ અતિ ઉપકારક કલ્યાણકારી ભગવાન ધન્વન્તરી મહાયાગ યજ્ઞનો લાભ લેવા, યજ્ઞમાં બેસવા માટે પોપટભાઈ દુધાત્રા મો.૯૮૭૯૬ ૪૧૭૧૪ તથા ભુપતભાઈ ચાવડા મો.નં.૯૪૨૬૯ ૭૯૭૯૯નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.