Abtak Media Google News

ગુરુકુળ પંપીંગ સ્ટેશન ખાતે ક્વોલિટી કંટ્રોલ સેલ માટે નવી લેબોરેટરી બનાવવા છે:સફાઈ કામગીરીના કોન્ટ્રાક્ટ  આપવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે

રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે બપોરે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડીંગ કમિટી બેઠક મળશે.જેમાં અલગ-અલગ 39 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.કોરોનાની સારવાર લેનાર કર્મચારીઓ તથા તેના પરિવાર જનોને આર્થિક તબીબી સહાય ચૂકવવા સહિતની દરખાસ્ત અંગે કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે.

Advertisement

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વર્ષ:2019-20નો વાર્ષિક ઓડિટ રિપોર્ટ લક્ષમાં લેવા કોર્પોરેશન સંચાલિત તમામ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ,બુટ અને મોજા ખરીદવા,એસ્ટેટ શાખા હસ્તકની મિલકતોમાં હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ આપવા, મુખ્યમંત્રી તથા વડાપ્રધાન દ્વારા અલગ-અલગ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત માટે થયેલા ખર્ચ મંજૂર કરવા, મહાપાલિકાના જુના વાહનો ઈ-ઓક્શન મારફત વેચાણ કરવા અંગેની દરખાસ્તને બહાલી આપવામાં આવશે. આ ઉપરાંત મહાપાલિકાના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને કોરોનાની સારવાર ઉપરાંત અલગ અલગ અન્ય બીમારી સબબ લીધેલી સારવાર માટે આર્થિક તબીબી સહાય મંજુર કરવા, પૂર્વ ઝોનમાં સમાવિષ્ઠ વોર્ડ નંબર છ માં પાર્ટ ટાઈમ સફાઈ કામદાર મારફત સફાઇ કરાવવા, વોર્ડ નંબર 15 પણ સફાઈ કોન્ટ્રાક્ટ આપવા, વોર્ડ નંબર 5 માં પણ સફાઈ કોન્ટ્રાક્ટ આપવા ,ખાનગી મિલકત પર હોર્ડિંગ્સ બોર્ડના નિયમો નક્કી કરવા, કોરોના મહામારી અન્વયે હોસ્પિટલમાં બેડ અને મેટરેસીસી  ખરીદવા, સદરમાં આવેલા કતલખાનાનું રીનોવેશન કરવા, વોર્ડ નંબર 15માં 80 ફુટ રોડ પર અમુલ સર્કલ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં સીસી કામ કરવા વોર્ડ નંબર ચાર માં વિનાયક પ્લેટી જય નંદનવન સોસાયટી સુધી ડીઆઇ પાઇપ લાઇન નાખવા વોટર વર્કસ ના નવા તથા ઓપરેશન મેન્ટેનન્સનું કામનો કોન્ટ્રાક્ટ આપવા ટીપી સ્કીમ નંબર 4 રૈયાના આખરી ખંડ નંબર 457 ની 1998 ચોરસ મીટર જમીન પૈકીની 540 ચોરસ મીટર જમીન નેશનલ સેમ્પલ સર્વે ઓફિસને લીઝથી આપવા, ડ્રેનેજ વિભાગની સિવર જીનિંગ મશીનરી ભાડે આપવા અને ભાડું તથા નિયમો નક્કી કરવા વોર્ડ નંબર 11 માં અંબિકા ટાઉનશીપમાં જનભાગીદારીથી 100 એમ એમ ડાયા તથા 200 એમએમ ડાયાની ડીઆઇ પાઇપ લાઇન નાખવા વોર્ડ નંબર 12 માં પુનીતનગર 24 મીટર ડીપી રોડને રીડેવલપમેન્ટ કરવા ,વોર્ડ નંબર 14માં ગુરુકુળ ખાતે કંટ્રોલ સેલ માટે નવી લાયબ્રેરી બનાવવા તથા કોરોના અંતર્ગત રાજકોટ શહેર તથા શહેરની બહાર એનજીઓ અને ગ્રામ પંચાયત સંચાલિત સ્મશાન અને કોવિડ તથા નોન-કોવિડ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે આર્થિક સહાય આપવા સહિતની 39 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.

ઓડિટ રિપોર્ટમાં 1.14 કરોડના ઓવર પેમેન્ટનો ગફલો પકડાયો

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2019-2020નો ઓડિટ રિપોર્ટ મંજુર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.જેમાં એક વર્ષમાં 1.14 કરોડનો ઓવર પેમેન્ટનો ગફલો પકડ્યો છે. જેમાં અટકાવેલ પેમેન્ટની રકમ રૂપિયા એક કરોડથી પણ વધુ થવા પામે છે.જ્યારે 35 હજારના વાઉચર, પગારબીલ ફાઈલો, પેન્શન કેસ  અને પે ફિક્સેશનની ગોલમાલ પણ  પકડાઇ છે.એક વર્ષમાં 1.14 કરોડનું ઓવર પેમેન્ટ ઓડિટ શાખાએ પકડ્યુ છે.દર વખતે ઓડિટ રિપોર્ટમાં ઓવર પેમેન્ટ થયું હોવાનું  પકડાય છે. જાણી જોઈને આ કૃત્ય કરવામાં આવે છે તે હજી સુધી ક્યારેય પકડાયું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.