Abtak Media Google News

હૈદરાબાદ: તમે એવા બાળકો જોયા હશે કે જેના બે માંથા,એક આંખ તથા ચાર પગ સાથે જન્મતા હોઈ છે. પરંતુ હૈદરાબાદમાં એક હૉસ્પિટલમાં અનોખા બાળકનો જન્મ થયો હતો. આ બાળકના દેખાવને જોઈને હૉસ્પિટલનો સ્ટાફ અચંબિત રહી ગયો હતો. બાળક જન્મતા તેનો આકાર જલપરી (કાલ્પનિક દરિયાઈ પ્રાણી કે જેનો ઉપરનો ભાગ માણસ જેવો અને નીચેનો ભાગ માછલી જેવો હોય)જેવો હતો. જાકો આ બાળક થોડા સમય સુધી જીવીત રહ્યું હતું.

આ મામલે હૈદરાબાદનાપેટલાબુર્જ સરકારી મેટરનિટી હોસ્પિટલના તબીબોએ જણાવ્યા હતું કે, જન્મના થોડા જ કલાકમાં બાળકનું ખૂબ જ ગંભીર મેડિકલ સ્થિતિને પગલે મોત થયું હતું. બુધવારે સાંજે સાત વાગ્યે બાળકનો જન્મ થયો હતો. જે બાદની બે કલાકમાં જ તેનું મૃત્યુ થયું હતું. આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળતા હોય છે.

Sirenomelia કે મર્મેડ સિન્ડ્રોન સાથે જન્મેલા બાળકના હાડકાં કંઈક અલગ જ રીતે વિકસિત થયા હોય છે. આ ભાગ્યે જ જોવા મળતો કેસ છે. આ ઉપરાત બાળકના જનનાંગો પણ હોતા નથી. બાળકની કરોડરજ્જુનો પણ વિકાસ થયેલો નથી હોતો. આ ઉપરાંત બંને કિડનીનો પણ અભાવ જોવા મળે છે. સામાન્ય રીતે આ પ્રકારના ડિસોર્ડર સાથે જન્મેલા બાળકો વધારે સમય સુધી જીવિત રહી શકતા નથી. બાળકના કમરથી નીચેનો ભાગ જોડાયેલો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.