Abtak Media Google News
  • ઇન્ડોનેશિયાના પ્રવાસન મંત્રી દ્વારા આવકાર્યા બાદ, સદ્‍ગુરુએ ઓડિસાની “બાલી જાત્રા” અને ભારત સાથેના બીજા આધ્યાત્મિક જોડાણો વિષે વાત કરી

National News : ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્‍ગુરુ બ્રેઈન સર્જરીના એક મહિના પછી ફરીથી સક્રિય થઈ ગયા છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં ગઈકાલે તેમનો મત આપ્યા બાદ, તેઓ ઇન્ડોનેશિયાના બાલીમાં ભારત અને દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચેના આધ્યાત્મિક અને સંસ્કૃતિ તાણાવાણાની વાત કરવા 10-દિવસની મુલાકાતે પહોંચ્યા. ઇન્ડોનેશિયાના પ્રવાસન મંત્રી સંદિયાગ ઉનો અને તેમની ટીમ અને ભારતના બાલીમાંના કોન્સ્યુલ જનરલ ડો. શશાંક વિક્રમ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ હવે સદ્‍ગુરુ કંબોડીયા જતા પહેલા ઇન્ડોનેશિયાના વિવિધ આધ્યાત્મિક સ્થાનોની મુલાકાત લેશે.

A Month After The Brain Surgery, Sadhguru Is Back In Action With A 10-Day Visit To Indonesia.
A month after the brain surgery, Sadhguru is back in action with a 10-day visit to Indonesia.

મંત્રી સાથે વાત કરતી વખતે સદ્‍ગુરુએ બંને દેશ વચ્ચેના ઐતિહાસિક જોડાણ વિષે વાત કરી. તેઓએ ઉમેર્યું કે ઓડિશાની વાર્ષિક સાંસ્કૃતિક ઇવેન્ટ “બાલી જાત્રા” ઓડિશાના લોકો અને બાલી વચ્ચેના ભૂતકાળના જોડાણને રજુ કરે છે. આ ઇવેન્ટ દરમિયાન, ઓડિશાના લોકો રંગીન કાગળ અને કેળાના ઝાડના થડની બનેલી નાની હોડીઓ રાજ્યના જળાશયોમાં તરતી મૂકે છે જે તેમના પૂર્વજોની બાલીની યાત્રાની પ્રતીક છે. સદ્‍ગુરુએ તેમના આધ્યાત્મિક સ્થાનોની જાળવણી માટે દેશની પ્રસંશા કરી. અને સાથે જ કહ્યું કે તેમને લાગે છે કે તે સ્થાનો લોકોના ઇન્ડોનેશિયા પ્રત્યેના આકર્ષણનું “સાચું કારણ” બનવા જોઈએ.

તેમની મુલાકાત દરમિયાન, સદ્‍ગુરુ સંસ્કૃતિઓ અને મંદિર પાછળના વિજ્ઞાન વિષે જણાવશે અને પૌરાણિક ઊર્જાન્વિત સ્થળોની મુલાકાત લેશે, જેમાં બાલીના બેસાકી અને તીત એમ્પુલ મંદિરો સામેલ છે. સદ્‍ગુરુની ઇન્ડોનેશિયા અને કંબોડીયામાં આ ગહન ખોજ તેવા અબજો લોકોને અમૂલ્ય આંતરદ્રષ્ટિ પ્રદાન કરશે જેઓ નિયમિત તેમના વિડિયો જુએ છે. ખાલી 2023 માં તેમના વિડિયોને સોશિયલ મીડિયા પર 4 અબજ 37 કરોડ વ્યૂઝ મળ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.