Abtak Media Google News

વૈદિક સંસ્કૃત ગ્રંથોમાં 1500 બીસીમાં તેનો પહેલો ઉલ્લેખ જોવા મળે છે: 1595માં રોમિયો અને જૂલિયટના રોમાંસ સાથે ચુંબનની વાત વણાયેલી છે: 1896માં પ્રથમવાર ‘ધ કિસ’ નામની ફિલ્મમાં તેનું દ્રશ્ય સીન રજુ થયો હતો

1973માં બેન્ડ કીસ નામનું રોક બેન્ડ શરૂ થયું: ચુંબન પહેલા નાક ઘસવાની ક્રિયા થતી હતી: ચુંબન એ સ્નેહ દર્શાવવાની આનંદ દાયક રીત છે: એક બીજા પ્રત્યે આકર્ષાયા બાદ ચહેરા અને હોઠ સ્પર્શની સંવેદના માનવી સમજ્યો હતો: સોશિયલ મીડિયામાં તેના ઇમોજીએ પણ યુવાવર્ગમાં જબ્બર ક્રેઝ જગાવ્યો છે

સૃષ્ટિનું સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર દ્રશ્ય એક માં તેના ટબુકડા બાળકને સ્નેહ-હુંફથી પ્રેમ આલિંગન કરીને કપાળે કે ગાલે કિસ કરે તે છે. ચુંબન એ સ્નેહની નિશાની છે. પ્રાચિનકાળથી ચાલી આવતી આ રીત પવર્તમાન સમયમાં ટીવી – ફિલ્મોને કારણે ઘણા પરિવર્તનો થયા છે. પ્રેમ અને રોમાંસ સાથે સ્પર્શના સીધા સંબંધમાં પ્રેમ આલિંગને આ પ્રક્રિયા માનવી કરતો હોય છે. સમગ્ર વિશ્ર્વમાં તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. આનો વૈશ્ર્વિક સ્તરે જુન માસમાં દિવસ પણ ઉજવાય છે, તમારા ગમતા પાત્રને તમે કેટલો પ્રેમ કરો છો તે બતાવવાનો આ દિવસ વૈશ્ર્વિક સ્તરે ચાલુ માસમાં ઘણો ચમક્યો હતો. સોશિયલ મીડીયામાં તેના ઇમોજીની આજે બોલબાલા છે.

Advertisement

ચુંબનની શરૂઆત ક્યારે થઇ તે અંગે કોઇ ચોક્કસ માહિતી નથી પણ આપણા વૈદિક સંસ્કૃત ગ્રંથોમાં 1500 બીસીમાં તેનો પહેલીવાર ઉલ્લેખ જોવા મળે છે. બાઇબલના નવા કરારમાં નોંધાયેલ જોવા મળે છે. રોમિયો-જુલિયટ, હિર-રાંઝા જેવા અમર પ્રેમીઓ વચ્ચેના પ્રેમ આલિંગનનો સાથે તેના ચુંબન દ્રશ્યો રોમાંસનો નવો વણાંક લે છે. 19મી સદી કે 20મી સદીની આપણી જુની હિન્દી ફિલ્મોમાં બે પક્ષીઓ કે ફૂલોને બતાવી આની અનુભૂતિનો દર્શકોને અહેસાસ કરાવતા હતા. બ્લુ ફિલ્મોની વીડિયો કેસેટ, સીડી બાદ પેન ડ્રાઇવમાં પણ સ્ટોર કરેલી આવી ફિલ્મો જોવાનો ચસ્કો જુવાનીયાને બહુ લાગતો હતો. આજે તો ઇન્ટરનેટમાં ફાઇવ-જી આવી જતાં હવે તો આવા ઉત્તેજીત દ્રશ્યો નિહાળવા માટે માત્ર આંગળીના ટેરવાને પ્રેસ કરવા પડે છે.

ચુંબન કેવી રીતે વિકસીત થયું તેના અનુમાનમાં ઘણી વાતો જાણવા મળે છે. પણ પ્રારંભે લોકો એકબીજા પ્રત્યે આકર્ષાયા હતા અને તેઓને ચહેરા કે નાક ઘસવાની ફરજ પડી હતી અને છેવટે હોઠને આનંદદાયક સંવેદનાની જાણ થતાં તે હોઠ પર કિસ કરવા લાગ્યા હતા. ચોક્કસ સંસ્કૃતિઓમાં સમય જતાં વિકસિત થયું હોવાનું જણાય છે પ્રારંભે માતાઓ પોતાના બાળકને મોંથી મોં ખવડાવવાથી થઇ હતી. જો કે સંશોધનકારો અને ખોટી ગણે છે. સૃષ્ટિની તમામ સંસ્કૃતિમાં આ વસ્તુ હતી જ.

કેટલીક વિશ્ર્વની સંસ્કૃતિ એ પોતાની રીતે ચુંબન કરવાની પ્રથા વિકસાવી હતી એવું લાગે છે તો બીજી બાજુ અમુક સંસ્કૃતિ-જૂથો કે ચુંબનની ખબર જ ન હતી. તેને જ્યારે બતાવવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો હતો. 1896માં પ્રથમવાર અંગ્રેજી ફિલ્મ ‘ધ કિસ’ નામની ટુંકી ફિલ્મોમાં તેના દ્રશ્યો પ્રથમવાર બતાવવામાં આવ્યા હતા. ચુંબનની પ્રથમ પરવાનગી લેવી પડે છે, કોઇ ના પાડે તો તમે જબરદસ્તી કરી શકતા નથી. પ્રિયજનના હોઠ, ગાલ કે કપાળ પર કિસ કરી શકો છો. વિશ્ર્વના તમામ લોકો સ્નેહ બતાવવા ચુંબન કરતા હોય છે અને તેની રીત જુદી-જુદી હોય છે. જાહેરમાં પણ આલિંગન આપીને હાથે કે ગાલની બાજુંમાં હગ કરીને તે પ્રતિક્રિયા કરતાં હોય છે.

આજના યુગમાં તો પ્રેમમાં ચુંબન કરવું જરૂરી બની ગયું છે. પ્રથમ માતા-બાળક વચ્ચે જ આ પ્રક્રિયા થતી હતી. બાદમાં માનવ સંસ્કૃતિમાં પરિવર્તન આવતા તેના રૂપો બદલાવા લાગ્યા હતા. એકબીજા પ્રત્યેની સંવેદના પ્રગટ કરવામાં તેનો ઉપયોગ વધુ થાય છે. ભારતના લોકો વિદેશી ફિલ્મો જોઇને આ વિશે વધુ વિચારવા લાગ્યા હતા. કિસ ઘણા ફાયદાઓ પણ જોવા મળે છે. મહિલાઓમાં સાયટોમેગાલો નામનો વાયરસ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ વાયરસ કિસ કરવાથી જ પેદા થાય છે. એચ.આઇ.વી./એઇડ્સ જેવા વાયરસ કિસથી ફેલાય છે તેવી અફવા માત્રથી વિશ્ર્વ ધ્રુજી ઉઠ્યું હતું. કિસ કરવાથી શરીરની કેલરી બળે છે.

ચુંબન કરવાથી શરીરમાં ઓક્સિટોસિન નામનું હોર્મોનનો સ્ત્રાવ થાય છે, જે પ્રેમની લાગણી વ્યક્ત કરવાનું હોર્મોન કહેવાય છે. કામસુત્રમાં ચુંબનના વિવિક પ્રકારોની વાત કરી છે. પ્રાચિન સંસ્કૃતિ સાહિત્યમાં 2000 વર્ષ પહેલા ફ્લાઇંગ કિસ જેવી વાત કરી હતી. મહર્ષિ વાત્સાયને સ્ત્રી-પુરૂષના સંબંધની કુદરતી પ્રતિક્રિયા તરીકે વર્ણવી છે. કાલિદાસના કાવ્ય અને નાટકમાં પણ તેનો ઘણી જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે. વેલેન્ટાઇન વીકમાં પણ એક દિવસ ‘કિસ ડે’ તરીકે ઉજવાય છે.

ચુંબનના વિવિધ પ્રકારોમાં હોઠ પર ચુંબન, કાન પર ચુંબન, ગાલ પર ચુંબન, કોસર બોનપર કિસ, ફ્લાઇંગ કિસ, હાથ પર ચુંબન, કપાળ પર ચુંબન જેવા પ્રકારો જોવા મળે છે. એક ફિલ્મના ડાયલોગમાં નાક ટકરાવની વાતને ઘણી પ્રસિધ્ધી મળી હતી. એકબીજાના અંતરને દૂર કરીને પ્રેમીઓને નજીક લાવે છે. કિસ કરતી વખતે આંખો બંધ થવાના કારણમાં મનોવિજ્ઞાન જણાવે છે કે આ ક્રિયા વખતે મગજ એક સાથે બે વસ્તું પર ફોક્સ કરી શકતું ન હોવાને કારણે મગજને આંખો દ્વારા પ્રાપ્ત સંકેતો પર ધ્યાન દેવું મુશ્કેલ પડી જાય છે. પ્રક્રિયામાં વિઘ્ન ન આવે તે માટે આંખ બંધ થઇ જાય છે. કિસ એકબીજાને સાથ, સહયોગ અને સુરક્ષાનો અહેસાસ કરાવે છે. આજકાલની ફિલ્મોએ યુવા વર્ગને આ બાબતે ઘણો જાગૃત કરી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.