Abtak Media Google News
  • યુવાનનું સસરાએ અને મૃતક યુવકના ભાઈએ મહિલાનું ઢીમ ઢાળી દીધું : બંનેની ધરપકડ
  • પ્રેમ લગ્ન કરનાર મૃતક યુવાનની પત્ની ગર્ભવતી હોવાનું તપાસમાં જાણવા મળ્યું

જામનગરના નજીક હાપા વિસ્તારમાં ગઇકાલે ડબલ મર્ડર ની ઘટના સામે આવી છે જેમાં એક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર તેના સસરાએ રોયલ એનફિલ્ડ શોરૂમ માં સળિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો જ્યારે આ ઘટનાથી ઉશ્કેરાયેલા મૃતક યુવાનના ભાઈએ સસરાના ઘરે દોડી છે મૃતક યુવાનની સાસુ પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. બનાવની જાણ જામનગર પોલીસ અને છતાં સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ સમગ્ર મામલે તપાસ કરી બંને હત્યારાઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર નજીક હાપા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા સોમાભાઈ રણછોડભાઈ સોરીયા નામના 23 વર્ષના યુવાને એક વર્ષ પૂર્વે હાપામાં યોગેશ્વર મહાદેવ મંદિર નજીક યોગેશ્વર ધામ સોસાયટી વિસ્તારમાં રહેતા સતુભા ભીમજી ઝાલાની પુત્રી રુપલબા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. પરિવારજનોની જામનગર મંજૂરી વિના રૂપલબા સાથે ભાગીને લગ્ન કર્યા હોવાથી રૂપલબાના પરિવારજનોને મંજૂર ન હતું.દરમિયાન ગઈકાલે રવિવારે જામનગર નજીકના હાપા મેઇન રોડ પરથી મોટરસાયકલ લઈને પોતાના અન્ય ભાઈ સાથે યુવાન સોમાભાઇ પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી તેના સસરા સતુભા ઝાલા આવી પહોંચ્યા હતા સસરાનો ગુસ્સો જોઈને સોમા ચારણ નજીકમાં જ આવેલા એક મોટર સાયકલના શોરૂમ માં ઘુસી ગયો હતો, જ્યાં પણ તેના સસરાએ પીછો કરીને લોખંડના સુયો જેવા હથિયાર વડે પોતાના જમાઈ સોમાભાઈ પર ચારથી પાંચ ઘા ઝિંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.

આ બનાવ પછી સોમાભાઈના અન્ય ભાઈઓ બુધાભાઈ, અમરાભાઇ, લગધીરભાઈ વગેરે દોડી આવ્યા હતા અને મૃતદેહને જોઈને હતપ્રભ બની ગયા હતા.આ ઘટના પછી મૃતકનો ભાઈ લગધીર ચારણ ખૂબ જ આવેશમાં આવી ગયો હતો અને પોતાના કબજામાં એક હથિયાર રાખીને સીધો સતુભાના ઘેર પહોંચ્યો હતો.

જ્યાં યોગેશ્વર ધામ સોસાયટીમાં સતુભાના પતી આશાબા હાથીયારના સંખ્યાબંધ ઘા ઝીંકી દઈ તેનું ઢીમ ઢાળી દીધું હતું.

જેથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને સમગ્ર મામલે તપાસ કરી પ્રેમી યુવાન સોમા ચારણ પર હુમલો કરી હત્યા નિપજાવનાર આરોપી સતુભા ઝાલાનની અને સતુભાના પતી આશાબાની હત્યા નિપજાવનાર આરોપી લગધીર ચારણને તેમ બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.

 

યુવકની હત્યા કરનાર સસરાની શોધખોળ દરમિયાન તેની પત્ની સામે આવી જતા મોતને ઘાટ ઉતારી

પ્રેમલગ્ન કરનાર યુવકની તેના સસરાએ હત્યા નિપજાવ્યા બાદ મૃતક યુવાનના નાનાભાઈ ખૂન કા બદલા ખૂન માટે તે આરોપી સસરાના ઘરે ગયો હતો જ્યાં તેને આરોપી ન મળી આવતા પરંતુ તેની પત્ની તેને મળી આવતા તેના પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.