Abtak Media Google News

848 બાઇક, 62 રીક્ષા અને પ કાર મળી કુલ 915 વાહનનો કર્યો નિકાલ

જૂનાગઢ પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત જૂનાગઢ જિલ્લાના  તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા તથા બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા કે છોડાવવા ન આવતા અંતે પોલીસ સ્ટેશનમાં ભરાવો કરતાં વાહનોની જાહેર હરરાજી કરી, રૂ. 59,21,240 જીએસટી સહિતની માતબર રકમ સરકારમાં જમાં કરાવી છે.

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા તથા બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા કે છોડાવવા પણ આવતા નથી. જેથી એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ આવતા સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત એ ડિવિઝન પોલીસ સ્ટેશન, સી ડિવિઝન પોલીસ સ્ટેશન, ભવનાથ પોલીસ સ્ટેશન, વિસાવદર પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન, બીલખા પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા, મેંદરડા પોલીસ સ્ટેશન તેમજ ભેસાણ પોલીસ સ્ટેશનમાં પડેલ કુંલ 915 જૂના વાહનો જેમાં 848 મોટર સાયકલ, 62 રીક્ષા તેમજ 5 ફોર વ્હીલની હરરાજી કરી, કુલ રૂ. 59,21,240 જીએસટી સહિતની માતબર રકમ સરકારમાં જમાં કરાવવામાં આવેલ છે.

આમ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ ડિવિઝન હેઠળના તમામ પોલીસ સ્ટેશનમાં પડેલા વાહનોના જાહેર હરરાજી કરી, રૂ. 59,21,240 જીએસટી સહિતની માતબર રકમ સરકારમાં જમાં કરાવી જૂનાગઢ પોલીસ દ્વારા વાહનોના નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.  આ સાથે જૂનાગઢ જિલ્લાના બાકીના માંગરોળ અને કેશોદ ડિવિઝનના જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે પણ પડેલા વાહનોની જાહેર હરરાજી યોજવામાં આવશે, તેવું જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.