Abtak Media Google News

બંદરમાં ફાયર સેફટીની સુવિધા આપવા માછીમારોની માંગ

દરિયાઈ સુરક્ષા એજન્સી દ્વારા પાંચેક વર્ષ પહેલા પાકિસ્તાનની બોટ પકડી લેવામાં આવી હતી. જે બોટ પોરબંદરના સુભાષનગરના હાર્બર મરીન પોલીસ સામેના મેદાનમાં રાખવામાં આવી હતી. જે બોટમાં ગત સાંજે આગ લાગતા બોટ સળગીને ખાક થઇ હતી. જો કે સતત ત્રણ  કલાક પાણીના મારાના કારણે નળકમાં રહેલ બોટો નો બચાવ થયો હતો.

પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં આવેલ હાર્બર મરીન પોલીસ ચોકી સામેના મેદાનમાં કેટલીક બોટો રાખવામાં આવી છે. જેમાં પાંચેક વરસ અગાઉ સુરક્ષા એજન્સીઓ દ્વારા પકડેલી પાકિસ્તાની બોટ પણ રાખવામાં આવી હતી. જ્યાં નળકમાં રહેલ બાવળની ઝાડીઓમાં ગત સાંજે છ વાગ્યા આસપાસ  આગ લાગી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમે આ આગ બુઝાવી ફાયર બ્રિગેડ ટીમ પરત આવી હતી. પરંતુ એકાદ કલાક બાદ ફરીથી એકાએક આ પાકિસ્તાની બોટમાં આગ ભભૂકી ઉઠી હતી. અને ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફરી ફાયરબ્રિગેડને  જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડ ટીમ ફરી દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો  હતો. જેમાં સતત 3 કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. પરંતુ પાકિસ્તાની બોટ સળગીને ખાક થઇ ગઈ હતી  હજુ પણ આગ સંપૂર્ણપણે બુઝાઈ ન હતી. આ બોટની નળકમાં અન્ય કેટલીક બોટો પણ છે જેથી તે પણ આગની લપેટમાં આવી જવાની શક્યતા હોવાથી માછીમારોના ળવ અધ્ધર થઇ ગયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.