Abtak Media Google News

ટેલિગ્રામ એપની મદદથી જાલીનોટ કૌભાંડનું નેટવર્ક ચલાવાતું: પુનાના કમલેશ જેઠવાણીએ હૈદરાબાદથી બે વખત જાલીનોટ મેળવ્યાની કબુલાત

ભરત બોરીચા સહિત પાંચ શખ્સોના વધુ પાંચ દિવસના રિમાન્ડ મગાયા

યાજ્ઞિક રોડ પરની એક્સિસ બેન્કના ભરણામાં રુા.500ના દરની 31ની જાલીનોટ અંગે પોલીસ તપાસમાં જાલીનોટ કૌભાંડનું દેશવ્યાપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.  પોલીસે પુનાના શખ્સની ધરપકડ કરી દસ દિવસના રિમાન્ડ પર મેળવી કરેલી પૂછપરછ દરમિયાન હૈદરાબાદના ઇશ્વર સ્વામી પાસેથી લાવ્યાનું અને બંને શખ્સો ટેલિગ્રામ એપના માધ્યમથી જાલીનોટ કૌભાંડનું નેટર્વક ચલાવતા હોવાનું બહાર આવતા પોલીસની એક ટીમ ઇશ્ર્ાવર સ્વામીને પકડવા માટે હૈદરાબાદ પહોચી છે.

Advertisement

એક્સિસ બેનકમાં સંદિપ સગપરીયાએ જાલીનોટ જમા કરાવવા આવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યા બાદ તેને યાજ્ઞિક રોડ પરની પી.એમ.આંગડીયા પેઢીમાંથી જાલીનોટ મળ્યાનું બહાર આવ્યું હતું. આંગડીયા પેઢીમાં રાજુલામાં ઠંડા પીણા, સિમેન્ટ અને લોખંડના વ્યવસાય સાથે સંકડાયેલા ભરત ઉર્ફે કિશોર મેરામભાઇ બોરીચા શખ્સે જમા કરાવ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતુ.ં ભરત બોરીચાની પૂછપરછ દરમિયાન બાબરાના તેજશ ઉર્ફે ગોપાલ રાજુ જસાણી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે પેન્ટાગોન એપાર્ટમેન્ટના વિમલ બીપીન થડેશ્વર, તેના ભાઇ મયુર બીપીન થડેશ્વર અને જંકશન પ્લોટના ગુરપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણી નામના શખ્સોની સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરી રુા.500ના દરની 531 જાલીનોટ કબ્જે કરી હતી.

સુત્રધાર ભરત બોરીચાએ જાલીનોટ પુનાના કમલેશ ઉર્ફે કનૈયાલાલ શિવનદાસ જેઠવાણી નામના શખ્સ પાસેથી જાલીનોટ આવ્યાની કબુલાત આપી હતી. પોલીસે કમલેશ ઉર્ફે કનૈયાલાલ જેઠવાણીની ધરપકડ કરી પૂછપરછ કરતા તે હૈદરાબાદના ઇશ્વર સ્વામીના છ માસ પહેલાં પરિચય થયા બાદ તેની પાસેથી બે વખત જાલીનોટ મેળવી હતી. તેમા એક લાખની જાલીનોટ મહારાષ્ટ્રમાં છુટકમાં વટાવી હોવાનું અને બાકીની 4,67,100ની જાલીનોટ ગુરપ્રિતસિંગ કારવાણીની મદદથી ભરત બોરીચાને આપ્યાની કબુલાત આપતા પોલીસની એક ટીમ ઇશ્વર સ્વામીને પકડવા માટે હૈદરાબાદ ગઇ છ.ે બીજી તરફ ભરત બોરીચા, તેજશ ઉર્ફે ગોપાલ, વિમલ થડેશ્વરસ, મયુર બીપીન થડેશ્વર અને ગુરુપ્રિતિસિંહ જેઠવાણીની રિમાન્ડ પુરા થતા પાચેય શખ્સોને વધુ પાંચ દિવસના રિમાન્ડની મગાણી સાથે કોર્ટમાં રજુ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.