Abtak Media Google News

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્થિતિને ધ્યાનમાં રાખી ઘડવામાં આવી વ્યૂહ રચના

જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર વિક્રમી મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા બૂથ લેવલ અવરનેશ ગૃપના વડાઓ સાથે બેઠક યોજી, દરેક મતદાતા મતાધિકાર ઉપયોગ કરે તે માટે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા માટે માર્ગદર્શન આપેલ છે. તે સાથે જમીની સ્થિતિ ધ્યાનમાં રાખીને એક ચોક્કસ વ્યૂહરચના સાથે કામગીરી કરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યાં હતા.

Collector Meetting 5

કલેકટર કચેરીના મૃખ્ય સભાખંડ ખાતે મળેલી આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને મહત્તમ મતદાન માટે એક સકારાત્મક વાતાવરણ નિર્માણ કરવા અને મતદાન વધારવા ઉપર જિલ્લા ચૂંટણી અધિકારી રચિત રાજ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો. તથ જમીની સ્થિતિ ધ્યાનમાં રાખીને એક ચોક્કસ વ્યૂહરચના સાથે કામગીરી કરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવાની સાથે મતદાન માટે ગણતરીના દિવસો બાકી હોવાથી વ્યાપક સમજ સાથે વ્યુહાત્મક રીતે કામ કરવું પડશે. અને ત્યારે ખાસ કરીને મતદારો અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા હોદેદારો વચ્ચે એક સકારાત્મક માહોલ ઉભો કરવો એક મહત્વ પૂર્ણ આધાર છે. જેથી બૂથ લેવલ અવરનેશ ગૃપ દ્વારા તે દિશામા આયોજન અને કામગીરી કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી રચિત રાજે જણાવ્યું હતું.

આ સાથે મતદાતાઓ પ્રચાર માટે આયોજિત રોકડ ભેટ, દારૂ જેવા અન્ય કોઇપણ પ્રલોભનોથી દૂર રહેવા માટે એક નૈતિક મતદાનનો સંદેશો ફેલાવવામાં આવશે,  તથા મતદારોને ડોર-ટુ ડોર સંપર્ક માટે ગ્રાસ રૂટ પરના તલાટી મંત્રી, આંગણવાડી વર્કર, આશાબહેનો, સખી મંડળના બહેનો ઉપરાંત આરોગ્યના અન્ય કર્મચારીઓની મદદ લેવામાં આવશે. આ કર્મચારીઓના માધ્યમથી મતદાતાઓ સાથે વાર્તાલાપ કરીને લોકોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા અને તેમની સહભાગીતા વધારવા માટે કામગીરી કરવામાં આવશે, જેની જૂદા-જૂદા સ્તરેથી ચૂંટણી અધિકરી, સહાયક ચૂંટણી અધિકારી,  તાલુકા ઓફિસર, મેડિકલ ઓફિસર સહિતના અધિકારી દ્વારા મોનિટરીંગ કરવાની સાથે નિયમિત રીતે આ કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

મતદાનના દિવસ માટે એક્શન પ્લાન

મતદાનના દિવસે મતદાનની ટકાવારી પર દેખરેખ રાખવા માટે જિલ્લા કક્ષાએ અને પાંચેય વિધાનસભા બેઠક વાર ક્ધટ્રોલ  રૂમ શરૂ કરવામાં આવશે. જેના માધ્યમથી દર બે કલાકના આંકડાઓ રિયલ ટાઇમ મોનિટરીંગ કરવામાં આવશે. ઓછું મતદાન ધરાવતા મથકના બૂથ લેવલ અવરનેશ ગૃપના કર્મચારીઓને મતદાતાઓને મતદાન મથક સુધી લાવવાં માટે અને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ માટે સંબંધિત ક્ધટ્રોલ રૂમમાં બૂથ લેવલ અવરનેશ ગૃપના વડાઓ હાજર રહેશે. આ સાથે ચૂંટણી અધિકારી પણ મતદાનની ટકાવારી ઉપર ધ્યાન આપી જરૂરી પગલાં લેવા માટે નિર્દેશ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.