Abtak Media Google News

બેરેકમાં રહેલા અન્ય બે કેદીઓ વચ્ચે થયેલા ઝઘડાની જાણ જમાદારને ન કરતા પાક્કા કામના કેદીને ચોકીદારમાંથી કાઢી નાખ્યો’તો

સેન્ટ્રલ જેલમાં રહેલા આજીવન કેદના હત્યાનો આરોપી છેલ્લા ચાર દિવસથી ભૂખ હડતાળ પર છે. જેની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બેરેકમાં રહેલા અન્ય બે કેદીઓ વચ્ચે થયેલા ઝઘડાની જાણ જમાદારને ન કરતા તેને શિક્ષા ફટકારતાં ભૂખ હડતાળ પર હોવાનુ જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા મોહમદ ઇશાક તુરકબા નામનો કેદી ૨જી જાન્યુઆરીથી ભૂખ હડતાળ પર ઊતરતાં આજરોજ તેની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે મોહમદ તુરકબાએ જણાવ્યા મુજબ પોતે ૧૯ વર્ષથી સજા ભોગવી રહ્યો છે. મધ્યસ્થ જેલમાં પહેલા ચોકીદાર તરીકે કામ કરતો હતો પરંતુ તેના બેરેકમાં રહેતા પાક્કા કામના હત્યાના કેદી કાના દેવજી અને એઝાઝ અહેમદ વચ્ચે ઝઘડો થયો હતો. જે બાબતે મોહમ્મદે જમાદારને જાણ ન કરતા શિક્ષા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ભૂખ હડતાળ પર ઉતરી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.