Abtak Media Google News

કલેકટર એચ.પી.પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર પર્યાવરણ સેલના હેડ સહિતના હાજર રહ્યા

ઓખા બંદરની રચના ૨૫ ઓકટોબર ૧૯૨૫ના રોજ વડોદરા સ્ટેટના દિવાન દ્વારા થયેલી અને ૧૯૨૬થી તે કાર્યરત થયેલ ઓખા બંદર તમામ હવામાનોમાં બારેમાસ કાર્યરત રહે છે. ભૌગોલીક દ્રષ્ટીએ તે સૌરાષ્ટ્રના છેવાડે આવેલ દેશનું કંડલા બંદર પછી બીજા નંબરનું બારમાસી કુદરતી બંદર છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ ૧૯૮૨માં ગુજરાત મેરીટાઈમ એકટ ૧૯૮૧ હેઠળ દેશની પ્રથમ બંદરોને સક્ષમ બનાવવા તેમજ આર્થિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારને વેગ આપવા સ્થપાયેલ ગુજરાત સરકારની ઐક વૈધાનિક સંસ્થા છે.

જી.એમ.બી. કુલ ૪૪ બંદરોનો વહિવટ કરે છે.હાલ ઓખા બંદર પર ગોવિંદઘાટ, સયાજીપીર જેટી, ડ્રાયકાર્ગો બર્થ, ઓખા બેટ પેસેન્જર જેટી, માલ ગોદામો-૧૬, પાંચ હેકટર તથા ૧૭.૮ હેકટરના બ્રેક યાર્ડ, ૧૬૦૦ વોસ પાવરના બે ટગ બાઝ, એમ.એલ.ગોમતી ફેરી સર્વિસ બોટ, ૧૨.૫ ટનની ક્ષમતાવાળી એક હરતી ફરતી ક્રેન, ગ્રેબ, ડ્રેજર કાપ યંત્ર એક આ બધી સુવિધા અત્યારે કાર્યરત છે.

કલેકટરના અધ્યક્ષ સ્થાને જાહેર પર્યાવરણની લોક સુનાવણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રથમ આ પ્રોજેકટની વિસ્તૃત માહિતીનો અહેવાલ પ્રોજેકટ દ્વારા પ્રજા સમક્ષ મોટી સ્ક્રીનમાં બતાવવામાં આવ્યો હતો. બાદમાં પ્રજાના પ્રશ્નો સાંભળી તેનો પ્રત્યુતર આપવામાં આવ્યો હતો.

અહીં તમામ લોકોએ જીએમબીના આ પ્રોજેકટને બિરદાવ્યો હતો.આ કાર્યક્રમનું સંચાલન પર્યાવરણ સેલ જી.એમ.બી. ગાંધીનગરના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ અતુલભાઈ સમા તથા તેમની યુવા ટીમે કર્યું હતું. આ પ્રસંગે ઓખાના યુવા ઉધોગપતિ સહદેવસિંહ પબુભા માણેક, મોહનભાઈ બારાઈ, ભવાની શંકર શર્મા તથા ઓખા બંદર પાયલોટ ઓફીસર એ કે રામન સાહેબ પણ ખાસ હાજર રહ્યા હતા. તેમણે આ પ્રોજેકટને બિરદાવ્યો હતો અને પોતાના પોઝીટીવ મંતવ્ય રજુ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.