Abtak Media Google News

પાર્ક કરેલા વાહન મળી રૂ.૩.૯૪ લાખના મુદામાલની તસ્કરી: પેટ્રોલીંગ વધારવા માંગ

બાબરાના હાર્દસમા માર્કેટ યાર્ડ નજીક આવેલી હરીકૃષ્ણ એન્ટરપ્રાઈઝ નામક વેપારી પેઢીમાં તસ્કરો ત્રાટકી સુકામેવા તેલના ડબા ખાંડની બોરી સહિત દુકાન બહાર પાર્ક કરેલી ભારવાહક વાહન સહિતની ચોરી થવા અંગે પેઢી માલીક દ્વારા ફરિયાદ  આપી છે.

વિગત મુજબ હરેશભાઈ જયસુખભાઈ ગેલાણી હોલસેલ કિરાણા પેઢીમાંથી તસ્કરો ત્રણ શટરના તાળા તોડી તેલ ડબ્બા નંગ ૩૧ પામતેલના ડબ્બા નં. ૩૯ ખાંડના કટ્ટા નં. ૬ ૩૦૦ કિલો સુકોમેવો કાજુ ૪૦ કિલો બદામ ૨૫ કિલો સહિત ગોડાઉન બહાર પાર્ક કરેલ મહેન્દ્ર કંપની ૩૨ ડીઆઈબંધ બોડીનું વાહન નંબર જીજે ૧૮ યુ ૮૪૭૩ મળી કુલ કિમંત રૂ. ૩.૯૪ લાખનો મુદામાલ ચોરી કરી ગયાની જાહેરાત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.