Abtak Media Google News

પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખે જિલ્લા પોલીસવડા સમક્ષ કરી રજુઆત

તળાવ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને ધારાસભ્યને જેલમાં ધકેલવામાં તાજના સાક્ષીની ભૂમિકા ભજવનાર અજિતગઢના રજની પટેલ ઉર્ફે રજલાને તંત્ર માટે બચાવ કરી રહ્યું છે તેવા સવાલ ઉઠાવી પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જિલ્લા પોલીસવડા સમક્ષ લેખિત રજુઆત કરી આ શખ્સનો નાર્કો ટેસ્ટ કરવા માંગણી ઉઠાવતા ચકચાર જાગી છે.

પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાને ફસાવવા માટે કારસો રચી ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટણી લડનાર ભરત ગણેશીયા રજની નામના કાર્યકર દ્વારા ભયાનક ષડયંત્ર રચી મુખ્ય ભૂમિકા ભજાવી છે.

આ બનાવ માં રજનીને સાંકળવાની બદલીંમાં તેમને પોલીસ ખાતાયે તાજનો સાક્ષી બનાવી આખા પ્રકરણને રફેદફે કરવાના નિંદનીય પ્રયાસો કર્યો હોવાનું જણાવી છે.રજનીની આરોપી તરીકે ધરપકડ કરી પગલા લેવા જોઈએ અને ન્યાયી તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગણી ઉઠાવી હતી.

વધુમાં હળવદ વિસ્તારમાં ચાલતા તમામ સરકારી કામોમાં ઠેકેદારો પાસેથી નાણા પડાવવા સહિતના તમામ નાના-મોટા કામોમાં દરમ્યાનગીરી કરી ભારે મોટો ભ્રષ્ટાચાર થતો હોય આ રજની સામે ઘોરણસર પગલા લઈ તપાસ થવી જોઈએ તેમજ જે મોબાઈલમાં વાત રેકોર્ડીગ કરેલ છે.

તે જ બતાવે છે કે રેકોર્ડીગ કરવાનું કારણ શું ? અને કોને આ ભાઈને રેકોર્ડીગ કરવાનું કહેલ તેની તપાસ થવી જોઈએ તેમજ આ રજલાના છેલ્લા ત્રણ મહિનાના કોલ ડીટેઈલ કઢાવી તપાસ થવી જોઈએ કે તેણે કોની કોની સાથે વાત કરેલ છે અને આમાં બીજું કોણ સંડોવાયેલ છે તેમજ આ રજલાનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ તેવી માંગણી પણ ઉઠાવવામાં આવી હતી. રજૂઆતના અંતે કૌભાંડમાં પણ આ જ શખ્સોની સંડોવણીની ચર્ચા હોય ન્યાયિક તપાસ કરવા જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.