Abtak Media Google News

વાડીલાલ શ્રીખંડ, મોવીયા માવા કેન્ડી, પંચરત્ન આઇસ્ક્રીમ અને કોલાપુરી મિસળપાંઉના નમૂના લેવાયા

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના સોરઠીયાવાડી ચોકથી કોઠારીયા રોડ ચોકડી સુધીના વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ-અલગ 34 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. શિવમ ફ્રૂટ્સમાંથી 4 કિલો એક્સપાયર થયેલી ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો. ચાર વેપારી પેઢીઓને ફૂડ લાઇસન્સ તેમજ સ્ટોરેજ સંદર્ભે નોટિસ આપવામાં આવી હતી.

આજે હાથ ધરવામાં આવેલા ચેકીંગમાં ખાણીપીણીની 34 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત શિવમ ફ્રૂટ્સમાંથી એક્સપાયર ચોકલેટ જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શ્રીરામ ફરસાણ, ઠા.રજનીકાંત ધીરજલાલ અને નીલકંઠ મેડીકલ સ્ટોરને ફૂડ લાઇસન્સ અને સ્ટોરેજ બાબતે નોટિસ આપવામાં આવી હતી. રામકૃષ્ણનગર મેઇન રોડ, થોરાળા વિસ્તારમાં ગઇકાલે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં 17 જગ્યાએ ચેકીંગ દરમિયાન 18 કિલો વાસી અને એક્સપાયર થયેલા ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. સ્ટાર રાઇટ કિરાણા ભંડારમાં પડત્તર 10 કિલો મરચાં પાવડર, મહાલક્ષ્મી એજન્સીમાંથી છ પેકેટ એક્સપાયર થયેલા નમકીન, મહાલક્ષ્મી પાણીપુરીમાં બે કિલો વાસી બટાટાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત માયાણી ચોકમાં બેકબોન શોપિંગ સેન્ટર સામે ઓમ સાંઇ ટ્રેડિંગમાંથી વાડીલાલ શ્રીખંડ, શીતલ પાર્ક મેઇન રોડ પર જય જલીયાણ એન્ટરપ્રાઇઝમાંથી લૂઝ ફ્રૂટ્સ શ્રીખંડ, ચંદ્રેશનગર મેઇન રોડ પર પાટીલ વડાપાંઉમાંથી કોલાપુરી મિસળપાંઉ, પેડક રોડ પર ઓલ ઇન વન કોલ્ડ્રિંક્સમાંથી પંચરત્ન આઇસ્ક્રીમ અને પેડક રોડ પર અભય આઇસ્ક્રીમમાંથી મોવૈયા માવા કેન્ડી અને આઇસ્ક્રીમ તથા સ્પેશ્યલ રજવાડી માવા કેન્ડીનો નમૂનો લેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.