Abtak Media Google News

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા પાર્કિંગ-માર્જીનમાં ખડકાયેલા દબાણો દૂર કરી 630 ચો.ફૂટ જગ્યા ખૂલ્લી કરાવાઇ

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં.16માં સમાવિષ્ટ એવા સોરઠીયાવાડી સર્કલથી કોઠારીયા રોડ ચોકડી સુધીના વિસ્તારમાં ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત માર્જીન અને પાર્કિંગમાં 20 જગ્યાએ ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓટલા તોડમાં સોરઠીયાવાડી સર્કલથી કોઠારીયા રોડ ચોકડી સુધીના વિસ્તારમાં વિરમભાઇ રબારી, જય આશાપુરા એન્ટરપ્રાઇઝ, ડીલક્ષ પાન, કેતન જીભીમજીયાણી, નિધીશ્ર્વર સ્ટોર્સ, મયુરભાઇ પટેલ, ચાઇલ્ડ હાઉસ, પ્રતિક આરબુસા, સીમાબેન દવે, જયેશભાઇ સાગરભાઇ, તાહિરભાઇ લલાણી, ધર્મેન્દ્રભાઇ મોહનભાઇ, રાધેકૃષ્ણ હાર્ડવેર, ધનવંતભાઇ દિલીપભાઇ જીવરાજ આજી, હનુમાનજી મંદિર, ગણપતસિંહ ઝાલા, અશોકભાઇ સુસરા, સ્મીત સ્ટુડીયો, બાલાજી પાન અને શ્યામ ઇલેક્ટ્રોનિક્સ સહિતનાઓએ માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ખડકેલા છાપરા, રેલીંગ અને ઓટલા સહિતના દબાણો દૂર કરી 630 ચો.ફૂટ જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.