Abtak Media Google News

મેડિકલ કોલેજ માટે વધુ જમીન ફાળવવામાં આવે તેવું આયોજન: સમીક્ષા બેઠક યોજાઈ

મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, નેશનલ મેડીકલ કમિશનો લેટર ઓફ ઇન્ડેકટ રાજય સ2કા2ને મળી ગયેલ છે તેમાં જણાવ્યાનુસાર મોરબી મેડીકલ કોલેજને આ વર્ષથી 100 વિદ્યાર્થીઓના પ્રવેશની મંજુરી આપેલ છે. આ અંગેનો પ્રત્યુત્તર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કરી રહેલ છે.

વધુમાં ૠખઊછજ-મોરબી મેડીકલ કોલેજમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને અભ્યાસની તક મળે તે માટે સતત ફલોઅપના અંતે તાજેતરમાં નેશનલ મેડીકલ કમિશન દ્વારા મોરબી મેડીકલ કોલેજ માટે વર્ચ્યુલી ઇન્સ્પેકશન રખાયેલ હતું. જેમાં બ્રિજેશ મેરજાએ ખૂબ જ ઉંડાણપૂર્વક રસ લઇને, ચાલુ સત્રમાં 100 વિદ્યાર્થીઓને અભ્યાસની સગવડતા અંગે રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને પૂરક બની, ગીબ્લન સ્કુલ સંકુલમાં મેડીકલ કોલેજ ચાલુ કરવાની જે જહેમત ઉઠાવેલ, તે લેખે લાગી છે.

નેશનલ મેડીકલ મિશને ગીક્શન સ્કુલ સંકુલમાં ચાલુ વર્ષથી જ 100 વિદ્યાર્થીઓ સાથે એમ.બી.બી.એસ.નું પ્રથમ વર્ષ ચાલુ કરવા સત્તાવાર મંજુરી આપી છે. બ્રિજેશ મેરજાએ આ માટે રાજયના   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ,  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા તેમજ  આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલનો અભિનંદન સહ આભાર માનેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.