Abtak Media Google News

નાની મોટી 344 બોટલ દારૂ કબજે કર્યો ,બુટલેગર ફરાર

ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે મકાનમાં  પોલીસે દરોડો પાડી રૂપિયા 36,200ની  કિંમતનો વિદેશી દારૂ પકડી પાડી નાસી છૂટેલા મકાન માલિકની શોધખોળ હાથ ધરી છે. પોલીસ પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા એસ.પી.હરેશ દુધાતે આપેલી સૂચનાને પગલે ચોટીલા પોલીસ મથકના પી.આઇ જે.જે. જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

Advertisement

ત્યારે મોટી મોલડી ગામે રહેતો સોમકુભાઈ ગભરૂભાઈ ખાચર નામના શખ્સે પોતાના મકાનમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાનું મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ.કે.ગોસાઈ સહિતના સ્ટાફે દરોદા પાડી મકાનમાં છુપાવેલા રૂપિયા 36200ની કિંમતનો નાની મોટી 344 બોટલ દારૂ કબજે કરી દરોડા દરમિયાન નાસી છૂટેલા સોમકુ  ખાચરને ઝડપી લેવા પોલીસે દોડધામ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.