Abtak Media Google News

મોરબી  આયુર્વેદિક નશાકારક સીરપની 900 બોટલ ભરેલ કાર કબજે કરી છે.

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળીરોડ તરફથી આવતી કારને રોકીને એસઓજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાથી આર્યુવેદીક નશાકારક સીરપની 900 બોટલો મળી આવી હતી જેથી કરીને હાલમાં પોલીસે સિરપની બોટલો તેમજ કાર સહિત 2.34 લાખનો મુદામાલ કબજે કરીને આર્યુવેદીક સીરપની બોટલોમાં નશાકારક પદાર્થની માત્ર ચેક કરવા માટે કામગીરી હાથ ધરી છે.

બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટીમના કિશોરભાઈ મકવાણા, રસીકભાઈ કડીવાર, જયપાલસિહ ઝાલા, યોગેશદાન ગઢવી, સતિષભાઈ ગરચર તથા ધર્મેન્દ્રભાઇ વાધડિયા શહેરમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળી રોડ તરફથી એક સફેદ કલરની ઇકો કાર નંબર જીજે 3 ડીએન 8121 પસાર થતાં તેને રોકીને ચેક કરતા વાહનના અંદર ખાખી પુઠાના બોક્ષ જોવામાં આવતા તેમાં લાલ કલરના ઢાંકણા તથા લાલ લેબલ વાળી પ્લાસ્ટીકની બોટલો મળી આવી હતી અને તેના ઉપર અંગ્રેજીમાં KAI MEGHAWAVASAVA ARISHITA   હેલ્થ કેર આયુર્વેદ નામની કંપની સીલપેક બોટલો જોવા મળી હતી અને આ બોટલોમાં આર્યુવેદીક નશાકારક સીરપ ભરેલ હોવાનું સામે આવ્યું હતું કેમ કે, આ બોટલમાં નાના અક્ષરે અંગ્રેજીમાં ક્ધટેન્સ સેલ્ફ જનરેટડ આલ્કોહોલ નોટ મોર ધેન 11 ટકા વિવિ લખેલ છે જે તમામ બોક્ષમાં કુલ મળીને 900 બોટલો હતી જેથી કરીને કાર ચાલક હીતેષભાઇ અમરશીભાઇ લાલુકીયા જાતે રાવળદેવ (ઉવ 28) રહે. રામકો વીલેજ ઘૂટું ગામ વાળાની હાલમાં શક પડતી મિલકત તરીકે અટકાયત કરી હતી અને જે આર્યુવેદીક સીરપની બોટલો તેની પાસેથી મળી છે તેમાં કોઇ નશાકારક પદાર્થ છે કે કેમ તેની ખાતરી કરવા માટે પોલીસે કવાયત શરૂ કરેલ છે અને હાલમાં પોલીસે કાર સહિત 2,34,100નો મુદામાલ કબજે કરેલ  છે અને આગળની કાર્યવાહી કરેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.