Abtak Media Google News

વર્ષ દરમિયાન પરિવાહીત કરાયેલા કુલ કાર્ગોના 115 એમ.એમ.ટી. સાથે મુન્દ્રા ભારતનું સૌથી મોટું બંદર બની રહ્યું છે

અમદાવાદ,5 એપ્રિલ 2023: ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી સમૂહનું એક અંગ,અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ માર્ચ 2023માં કુલ 32 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું પરિવહન કર્યું છે, જે વર્ષથી વર્ષ 9.5%ની વૃદ્ધિ દર્શાવે છે. જુલાઈ 2022 બાદ પ્રથમ વખત વોલ્યુમે 30-MMTના ઉત્સાહપ્રેરક આંકને વટાવ્યો છે. નાણા વર્ષ-23 (એપ્રિલ 22-માર્ચ 23)માં અદાણી પોર્ટ અને સેઝએ 339 MMT સાથે પોતાના પોર્ટ કાર્ગો વોલ્યુમનો વિક્રમ સ્થાપ્યો છે જે ઉત્તરોત્તર 9%ની નોંધપાત્ર વૃદ્ધિ છે. છેલ્લાં વર્ષોથી ભારતના તમામ કાર્ગો વોલ્યુમની વૃદ્ધિને પાછળ છોડી અદાણી પોર્ટ્સ તેનો બજાર હિસ્સો સતત વધારી રહ્યું છે.

અદાણી પોોર્ટ્સઅને સ્પેશ્યલઇકોનોમિક ઝોનના મુખ્ય કારોબારી અધિકારી અને કંપનીના પૂૂર્ણકાલિન ડાયરેક્ટર  કરણ અદાણીએ જણાવ્યું હતું કે કાર્ગો પરિવહનમાં થયેલો આ સુધારો  ગ્રાહકોના અમારા ઉપરના  ભરોસાનો પૂરાવો છે.એટલું જ નહી પરંતુ ગ્રાહકોના સંતોષને બરકરાર રાખવા અને તેમની સેવાઓને બહેતર બનાવવા માટે સુધારેલ કાર્યક્ષમતામાં નિરંતર સુધારો અને તકનીકી સંકલનનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. હેન્ડલ થયેલા વોલ્યુમની દ્રષ્ટિએ નું ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટ તેના તમામ નજીકના હરીફોને પાછળ છોડી રાષ્ટ્રનું સૌથી મોટું બંદર બની રહ્યું છે. વૈશ્વિક ધોરણોની બરોબરી કરતા મુન્દ્રાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેના વૈશ્વિક સ્પર્ધકોની સમકક્ષ સેવાના ધોરણો પૂૂરા પાડે છે પરિણામે મુન્દ્રા પોર્ટ ક્ધટેનર માલ માટેનું ભારતનું પ્રવેશદ્વાર બની રહ્યું છે.

ભારતમાં APSEZ દ્વારા નિયંત્રિત એકંદર ક્ધટેનરનું કામકાજ વધીને 8.6 એમ.ટી.યુ. ( ઉત્તરોત્તર 5%), થયું છે જેમાં ફક્ત મુંદ્રા ખાતે 6.6 MTઊઞના વોલ્યુમનો સમાવેશ થાય છે. વર્ષ દરમિયાન હેન્ડલ કરાયેલા કુલ કાર્ગોના 155 MMT સાથે તે ભારતનું સૌથી મોટું બંદર બની રહ્યું છે અને લોજિસ્ટિક્સ બિઝનેસ ક્ષેત્રમાં પણ વિક્રમી વર્ષ રહ્યું હતું. વર્ષ દરમિયાન હેન્ડલ કરાયેલા ક્ધટેનર રેક્સે 500,000 TEUs (ઉત્તરોત્તર 24%) ને પાર કરીને એક નવું સિમાચિહ્ન હાંસલ કર્યું છે, જ્યારે બલ્ક કાર્ગોનું પરિવહન 14 MMT કરતાં વધ્યું હતું, જે ઉત્તરોત્તર 62%નો ઉછાળો દર્શાવે છે. વધુમાં ગત નાણાકીય વર્ષમાં  ડોક કરેલા જહાજો (6,573), રેક્સ સર્વિસ (40,482) તથા ટ્રક, ટ્રેઇલર્સ અને ટેન્કર્સ હેન્ડલ (48,89,941)ની ગણતરીએ પણ કેટલાક નવા સીમાચિહ્નો સ્થાપ્યા છે. અદાણી પોર્ટ્સે તેના વિવિધ બિઝનેસ એકમોમાં 3,068 ગ્રાહકોને અજોડ સેવા આપી છે.

બંદરો પરના કાર્ગો વોલ્યુમમાં વધારો એ દેશની આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે. ભારતમાં લગભગ 95% વેપારી જથ્થાનું વહન દરિયાઈ માર્ગે થતું હોવાથી ભારતીય સાગરકાંઠા માટે વિશ્વ કક્ષાનું વિરાટ બંદર હોવું એ સમયની અનિવાર્ય માંગ છે. વ્યૂહાત્મક રીતે APSEZએ  ICDs (અંતર્દેશીય ક્ધટેનર ડેપો) અને વેરહાઉસીસ સાથે સમગ્ર ભારતીય સમુદ્રતટે બંદરોની હારમાળાનું નિર્માણ કર્યું છે, જે સ્વ-માલિકીની રેક સાથે જટિલ રીતે વણાયેલું હોવાથી દેશના લગભગ 90% અંતરિયાળ વિસ્તારને આવરી લે છે.ભારતના દરિયાઈ ઈતિહાસમાં સૌથી વધુ ડિપાર્ચર ડ્રાફ્ટ ધરાવતા ભારતના બંદરો પૈકી કેપ-સાઈઝના જહાજોને ઊંડા ડ્રાફ્ટ્સ સાથે ક્રિષ્ણાપટટનમ પોર્ટ હેન્ડલ કરી શકે છે. 168,100 MT આયર્ન ઓર સાથે બંદરમાંથી 17.85 મીટરના મહત્તમ ડ્રાફ્ટ સાથે સંપૂર્ણ લોડ થયેલ કેપ-સાઇઝનું જહાજ, MV NS Hairun. તેને 163,781 MT સાથે જીપ્સમ MV SHINYO GUARDIAN નું સૌથી મોટું પાર્સલ પ્રાપ્ત  થયું હતું.

ક્ધટેનર લાઇન્સ સાથેની સંલગ્નતા અને પ્રતિબદ્ધતાઓ પૂરી કરવાના સંકલ્પને કારણે APSEZ ટર્મિનલ્સ પર વધુ નવી સેવાઓ મળી છે, જેનાથી વોલ્યુમમાં વધારો થયો છે. જ્યારે હજીરાએ તેના અગાઉના શ્રેષ્ઠ 0.95 MMTની તુલનામાં અત્યાર સુધીનો સૌથી વધુ ખાંડનાા કાર્ગોનું વોલ્યુમ 1.15 MMT નોંધાવ્યું હતું, જ્યારે ક્રિષ્નાપટટનમે 1.17 MMTનો અત્યાર સુધીનો ઉચ્ચ જીપ્સમ ડિસ્ચાર્જ નોંધ્યો હતો. ગંગાવરમ પોર્ટે એક જ દિવસે એલ્યુમિના બલ્કર્સનો સૌથી વધુ જથ્થો રવાના કર્યો હતો જ્યારે ધામરા પોર્ટે ખટ મોજો પર 1,57,000 MT આયર્ન ઓરની નિકાસ કરી હતી, અને કટ્ટુપલ્લીએ ક્ધટેનરના જથ્થામાં 58% નો વધારો નોંધાવ્યો હતો.મુન્દ્રામાં જહાજોને તરત જ બર્થ ઉપલબ્ધ થાય તે માટે જહાજો માટે સૌથી ઝડપી ટર્નઅરાઉન્ડ સમય પોર્ટ ધરાવે છે.

ગ્રાહકલક્ષી અભિગમ સાથે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરીને નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે. તેણે ગત નાણાકીય વર્ષમાં અત્યાર સુધીની સૌથી વધુ RO-RO વોલ્યુમની 2.09 લાખ કારનું સંચાલન કર્યું છે, જે અગાઉના 1.87 લાખના ઉચ્ચ સ્તરની સરખામણીએ વધ્યું હતું. આ વધારો પોર્ટના લાંબા સમયથી ગ્રાહક મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ દ્વારા દર્શાવવામાં આવેલા વિશ્વાસનું પરિણામ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.