Abtak Media Google News

ગુજરાતની શાન એટલે કચ્છ ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’ આ સ્લોગનથી ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં પ્રવાસન ક્ષેત્રમાં વધારો નોંધાયો છે. ત્યારે આ વાત કરીએ ધોરડોના રણની તો આ નામ જેના પરથી પડયું છે એવું ‘ગ્રેટ ઇન્ડિયન બસ્ટર’ (ધોરડો પક્ષી જેની સંખ્યાને લઇને રાજય સરકાર ચિન્તીત છે તેના સવર્ધન માટેના પ્રયાસો વધરાવામાં આવ્યા છે. અનેક સંશોધનો અને તારણો પણ કાઢવામાં આવ્યા છે.

Advertisement

જ્યારે દેશમાં આ પક્ષી અલગ અલગ રાજયમાં છે. પક્ષીઓના સર્વધન અને તેની કુળશ દેખરેખ અને સંખ્યામાં વધારો થાય તે માટે મહત્વનો પ્રશ્ર્ન છે. આ પક્ષીઓની સંખ્યા છ નોંધાય છે. કુટુંબ નિયોજન માટે ફિમેલ અને મેલની જ‚રીયાત છે. જયારે ગુજરાત પાસે સાત પક્ષી હતા તેમાં એક મેલ પક્ષી હતું. બાકી છ ફિમેલ પક્ષી છે. આ એક પક્ષી પાકિસ્તાન ચાલ્યુ ગયું હોવાથી હાલ આપણી પાસે છ ફિમેલ પક્ષી વધ્યા છે. રાજસ્થાનમાં આ પ્રજાતી છે અને ત્યાં આ પક્ષીના સર્વધન માટે અથાગ પ્રયત્ન થઇ રહ્યા છે.

જ્યારે આ વાત કરવામાં આવે સરકારના મંતવ્ય અને ધોરડો પક્ષીને નુકસાન પહોચાડનાર તત્વોની તો ગુજરાતમાં અને ખાસ કચ્છમાં હાઇટેશન પાવર લાઇન પસાર થઇ રહી છે. જે આ પક્ષીને નુકસાન કારક સાબીત થઇ છે. જેના કારણે રાજસ્થાન સરકાર દ્વારા પણ એમ કહેવામાં આવ્યું છે કે ધોરડો પક્ષી ગુજરાતમાં નહી મોકલવામાં આવે જે જગ્યાએ તેમની વસ્તી સાથે વાતાવરણ અનુકુળ છે તે જગ્યાએથી હાઇટેશન પાવર લાઇન પસાર થતી હોય રાજસ્થાન આપણા છ ધોરડા (ફિમેલ) પક્ષીઓને કુટુંબ વધારવા રાજસ્થાન મોકલવા તાકીદ કરી છે. અત્યારની સરકારના સારા પ્રયત્નોને લીધે પક્ષીઓ સારી રીતે સારા વાતાવરણમાં રાજસ્થાનમાં જીવી રહ્યા છે. આગામી સમયમાં ગુજરાતમાંથી ગ્રેટ ઈન્ડિયન બસ્ટર પક્ષીઓ રાજસ્થાન ખાતે પોતાના કુટુંબના પરિવાર વધારવા જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.