Abtak Media Google News

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ ઉપરાંત કમિટીના ત્રણ અન્ય સભ્યો અને ડીએમસી સહિતના અધિકારીઓ ૧૩ થી ૧૭ મે સિંગાપોરની મુલાકાતે

શહેરમાંથી નિકળતા કચરાનો નિકાલ કરવા અને તેમાંથી વિજળી ઉત્પન્ન કરવાનો કોન્ટ્રાકટ મહાપાલિકા દ્વારા બેલ્જીયમની એબેલોન એનર્જી અને તેના જોઈન્ટ વેન્ચર કેપલ સેગર્સને આપવામાં આવ્યો છે. વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત માટે આગામી ૧૩ થી ૧૭ મેના રોજ કોર્પોરેશનના ૭ સભ્યોની ટીમ પાંચ દિવસ માટે સિંગાપોરની મુલાકાત જશે અને વેસ્ટ ટુ એનર્જી માટેની સંપૂર્ણ માહિતી મેળવશે. જોકે આ માટે મહાપાલિકાએ એક પણ ‚રૂપિયાનો ખર્ચ કરવાનો થશે નહીં. તમામ ખર્ચ કંપની ઉઠાવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નાકરાવાડી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ નાખવાનો કોન્ટ્રાકટ મહાપાલિકા દ્વારા બેલજીયમની એબેલોન એનર્જી અને તેના જોઈન્ટ વેન્ચર કેપલ સેગર્સને આપવામાં આવ્યો છે. મહાપાલિકા કંપનીને શહેરમાંથી સફાઈ કામગીરી દરમિયાન નિકળતો કચરો નિ:શુલ્ક આપશે તો બીજી તરફ કંપની આ કચરાને પ્રોસેસ કરી તેમાંથી વિજળી ઉત્પન્ન કરી તે સરકારને વહેંચશે.આ પ્લાન્ટમાં ૧૫૦ કરોડથી પણ વધુનો ખર્ચો થવાનો અંદાજ છે. અગાઉ બે વખત કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો પરંતુ બંને કંપનીઓએ હાથ ઉંચા કરી દેતા વેસ્ટ ટુ એનર્જીનો પ્લાન્ટ હજી સુધી કાર્યરત થઈ શકયો નથી.

દરમિયાન ટેન્ડરની શરત મુજબ જે નવી કંપનીને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાપવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તે પ્લાન્ટ શ‚રૂ કર્યા પૂર્વે મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની એક ટીમને સિંગાપોર લઈ જશે અને ત્યાં કાર્યરત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની વીઝીટ કરાશે. આગામી ૧૩ થી ૧૭ મે દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ ચેરમેન ઉદયભાઈ કાનગડ અને કશ્યપભાઈ શુકલ, ડે.મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, પર્યાવરણ ઈજનેર નિલેશભાઈ પરમાર અને પ્રોજેકટ ઈન્ચાર્જ અંબરીષ દવે સહિતના ૭ સભ્યોની ટીમ સિંગાપોરની મુલાકાતે જશે અને ત્યાં વેસ્ટ ટુ એનર્જી માટે માહિતી એકત્ર કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.